નહીં જાણતા હોવ ઉત્તરાયણે કાળા તલ-ગોળ ખાવાની પરંપરાનું મહત્ત્વ

સૂર્ય 30 દિવસમાં રાશિ બદલે છે અને 6 મહિનામાં ઉત્તરાયણ- દક્ષિણાયન થાય છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને મકરસંક્રાંતિના રૂપમાં ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ પણ હોય છે. આ પર્વને દેશના અલગ અલગ ભાગમાં અલગ અલગ નામે ઉજવવામાં આવે છે પણ એક વાત સરખી છે તે છે મકર સંક્રાંતિએ તલ અને ગોળના લાડુ ખાવા અને તેનું દાન કરવું.  

સદીઓથી ચાલી આવે છે પરંપરા

ભારતમાં સદીઓથી ઉત્તરાયણના દિવસે કાળા તલના લાડુ ખાવાની અને ખવડાવવાની પરંપરા ચાલી રહી છે. પણ શું તમે વિચાર્યું છે તે તેની પાછળનું કારણ શું છે. આ દિવસે તલ અને ગોળનું દાન કરવાનું ખાસ મહત્ત્વ પણ હોય છે. સાથે તેની ખીચડી પણ બનાવીને ખાવામાં આવે તો અનેક ગણો ફાયદો થાય છે.

શનિ અને સૂર્ય સાથે છે કનેક્શન

ધર્મ અને જ્યોતિષનું માનીએ તો મકર સંક્રાંતિના પાછળ તલ અને ગોળ ખાવા, દાન કરવાનો સંબંધ સૂર્ય અને શનિદેવ સાથે છે. કાળા તલનો સંબંધ શનિ અને ગોળનો સંબંધ સૂર્યની સાથે છે. જ્યારે મકર સંક્રાંતિના દિવસે આ બંને ચીજો ખાવામાં આવે કે દાન કરવામાં આવે તો તેનાથી શનિ અને સૂર્ય બંનેની કૃપા વધે છે. જીવનમાં સફળતા મેળવવા માટે બંને ગ્રહોની કૃપા જરૂરી છે. મકર સંક્રાંતિના દિવસે તલ-ગોળ ખાવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

 

સૂર્યને શનિદેવે આપ્યું હતું વરદાન

પૌરાણિક કથા અનુસાર એકવાર સૂર્ય દેવે ક્રોધમાં આવીને દીકરા શનિદેવનું ઘર સળગાવી દીધું. કુંભ રાશિના સ્વામી શનિ છે અને તેને તેમનું ઘર માનવામાં આવે છે, જ્યારે સૂર્ય દેવે શનિદેવના ઘરે જઈને જોયું તો કાળા તલ સિવાય ઘરમાં રાખેલી તમામ ચીજો બળીને ખાખ થઈ હતી. ત્યારે શનિદેવે પોતાના પિતા સૂર્યનું સ્વાગત કાળા તલથી કર્યું આ જોઈને સૂર્ય પ્રસન્ન થયા અને તેઓએ શનિદેવને રહેવા માટે એક ઘર મકર આપ્યું. સાથે વરદાન પણ આપ્યું કે જ્યારે પણ સૂર્ય મકર રાશિમાં આવશે તે તેમના ઘર ધન ધાન્યથી ભરી દેશે. સાથે આ સમયે જે લોકો કાળા તલ અને ગોળને સૂર્યદેવને અર્પિત કરશે તેમને સૂર્ય અને શનિ બંનેની કૃપાથી જીવનમાં તરક્કી મળશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈  

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *