યુવાન આગેવાન શ્રી ભાવેશ રાદડિયા ની ઇફકો(IFFCO) ના ડાયરેક્ટ પદે વરણી..

અમરેલી જિલ્લાના મૂળ લીલીયા(Liliya mota) ના સનાળીયા(Sanaliya) ગામ વતની અને હાલ સુરત(Surat) યુવા સહકારી આગેવાન શ્રી ભાવેશ રાદડિયા ની ઇફકો (IFFCO) ના ડિરેક્ટર પદે વરણી કરવામાં આવી છે અને ગત રોજ 31 માર્ચ ની બેઠક માં તેમણે ભાગ પણ લીધો હતો શ્રી દ્વારકાદાસભાઈ પટેલ ,શ્રી મનુ ભાઈ કોટડીયા , શ્રી વિરજીભાઈ ઠુંમ્મર ,અને શ્રી દિલીપભાઈ સંઘાણી જેવા જેવા જીલ્લા ના ટોચ ના નેતા ઇફકો (IFFCO) ના ડિરેક્ટર પદે રહી ચુક્યા છે ત્યારે પ્રથમ વાર યુવાન આગેવાનને ઇફકો (IFFCO) ના કો-ઓપટ સભ્ય તરીકે સમાવેશ કરાયો છે.

ડિજિટલ ગુજરાત ન્યૂઝ સંવાદદાતા ધવલ વાઘેલા, સાથે વાતચીત માં શ્રી ભાવેશ રાદડિયાજી એ જણાવ્યું છે કે 25 માર્ચ 2022 એ મારા જીવન ની સૌથી યાદગાર દિવસ બની ગયો કારણકે એશિયા ની સૌથી મોટી ફર્ટિલાઇઝર કંપની ઇફકો(IFFCO) ના ડિરેક્ટર બનવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. ગત 31 માર્ચ ના રોજ ઇફકો(IFFCO) ના દિલ્હી સ્થિત ખાતે મળેલી બોર્ડ ઓફ મિટિંગ માં હાજર રહેવાનો અવસર મળ્યો તે મારી હર્ષ ની લાગણી ને શબ્દો માં કંડારવી શક્ય નથી, ઇફકો(IFFCO) ના ચેરમેન શ્રી દિલીપ ભાઈ સંઘાણી ના આશીર્વાદ તથા દરેક ડિરેક્ટર ના સ્નેહ થી મને જવાબદારી આપવામાં આવી છે અને મારા પર મુકેલા વિશ્વાસને સાર્થક કરવા માટે નું સતત પ્રયાસો કરીશ .

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp