Elamaram Kareem – CPM, Phulo Devi Netam, Chhaya Verma, R Bora, Rajamani Patel, Syed Nasir Hussain, Akhilesh Prasad Singh – INC, Binoy Viswam – CPI, Dola Sen & Shanta Chhetri – TMC, Priyanka Chaturvedi & Anil Desai – Shiv Sena suspended for remaining part of the current session pic.twitter.com/NMN0HV6dgd
— ANI (@ANI) November 29, 2021
આ 12 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
- એલામરમ કરીમ (CPM)
- ફૂલો દેવી નેતામ (કોંગ્રેસ)
- છાયા વર્મા (કોંગ્રેસ)
- રિપુન બોરા (કોંગ્રેસ)
- બિનય વિશ્વમ (CPI)
- રાજમણિ પટેલ (કોંગ્રેસ)
- ડોલા સેન (TMC)
- શાંતા છેત્રી (TMC)
- સૈયદ નાસિર હુસૈન (કોંગ્રેસ)
- પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના)
- અનિલ દેસાઈ (શિવસેના)
- અખિલેશ પ્રસાદ સિંહ (કોંગ્રેસ)
11 ઓગસ્ટે શું થયું હતું?
11 ઓગસ્ટે વીમા બિલ પર ચર્ચા દરમિયાન રાજ્યસભા માં ભારે હોબાળો થયો હતો. સંસદની અંદર પણ હંગામો થયો હતો. સ્થિતિ એવી હતી કે મામલો શાંત પાડવા માટે માર્શલને બોલાવવા પડ્યા હતા. તે દિવસે હોબાળો થતાં, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે ગૃહમાં જે કંઈ પણ થયું છે તેનાથી લોકશાહીના મંદિરને અપવિત્ર કર્યું છે.
રાજ્યસભામાં પણ બિલ રજૂ કર્યા બાદ હોબાળો
સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. તેમાં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે લોકસભા અને રાજ્યસભામાંથી કૃષિ કાયદો પાછું ખેંચવાનું બિલ રજૂ કર્યું અને બંને ગૃહમાંથી બિલ પાસ થઇ ગયું. જો કે લોકસભામાં જ્યારે તોમર બિલ રજૂ કરી રહ્યા હતા ત્યારે વિપક્ષ ચર્ચાની માંગણી પર હોબાળો કરી રહ્યું હતું. ત્યારબાદ સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહીને 2 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી. રાજ્યસભામાં પણ બિલ રજૂ કર્યા બાદ હોબાળો થતા બિલ પસાર થતાં જ અડધો કલાક માટે સ્થગિત કરી દેવાઇ. વિપક્ષ કૃષિ કાયદા પર ચર્ચાની માંગણી કરી રહ્યું છે. જો કે સૂત્રોએ કહ્યું કે સરકાર કૃષિ કાયદા પર ચર્ચા માટે તૈયાર નથી. સરકારનું કહેવું છે કે જ્યારે પ્રધાનમંત્રી મોદી ખુદ માફી માંગી ચૂકયા છે તો પછી ચર્ચા કંઇ વાતની. કોંગ્રેસ MSP એટલે કે ટેકાના ભાવ પર કાયદો બનાવવા અને આંદોલન દરમ્યાન મૃત્યુ પામેલા ખેડૂતોના પરિવારજનોને વળતર આપવાની માંગણી કરી રહ્યા છે. કોંગ્રેસે તેલના વધતા ભાવ પર પણ ચર્ચા માટે સ્થગન પ્રસ્તાવ આપ્યો છે. રાજ્યસભામાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા કરવા માટે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, અને માકપાએ સ્થગત પ્રસ્તાવ આપ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!