ધનતેરસ પર લોકોએ સોના-ચાંદીની કરી ધૂમ ખરીદી, માત્ર ગુજરાતમાં થયો 400 કરોડનો ધંધો

ગુજરાતમાં ધનતેરસના દિવસે 400 કરોડ રૂપિયાના સોના-ચાંદીના દાગીના વેચાયા છે. જયારે, માત્ર અમદાવાદમાં 125 કરોડનો ધંધો થયો છે. પગાર જમા થતાની સાથે જ મંગળવારના રોજ સાંજે લોકો મોટી સંખ્યામાં સોની બજારોમાં ઉમટી પડયા હતા. સરખેજ ગાંધીનગર હાઇવે, સીજી રોડ અને રિલીફ રોડ પર બનેલ જવેલર્સ શોરૂમમાં મોડી રાત સુધી ભીડ જોવા મળી હતી. સુરત, અમદાવાદ, રાજકોટમાં હીરા, પ્લેટિનમના દાગીનાઓમાં પણ ખાસ માંગ રહેતી હોય છે.

ahmedabad dhanteras2

રાજ્યમાં પુષ્ય નક્ષત્ર અને ધનતેરસના રોજ સોના ચાંદીના દાગીના, હીરાના દાગીના, સોના-ચાંદીના સિક્કા અને પ્લેટિનમની ખરીદીનું ચલણ છે. માત્ર ધનતેરસના તહેવાર પર અમદાવાદમાં 125 કાર્ડ રૂપિયાનો ધંધો થયો. મંગળવાર સવારથી જ લોકો સોનાચાંદીની ખરીદી કરીને ધનતેરસનો તહેવાર ઉજવવા જવેલર્સ શોરૂમમાં આવવા લાગ્યા હતા. અમદાવાદમાં તનિષ્ક, કલ્યાણ જવેલર્સ, એબી જવેલર્સ, સુરતના કલામંદિર જવેલર્સ, ચારુ જવેલર્સ, કલ્યાણ અને તનિષ્કના સુરતના શોરૂમમાં મોટી સંખ્યામાં લોકો સોના ચાંદીના દાગીના ખરીદવા પહોંચ્યા હતા. સાંજ સુધીમાં સોના ચાંદીના બજારમાં 100 કરોડથી ઓછી ખરીદી થઇ હતી. પરંતુ, સાંજ બાદ બજારમાં 125 કરોડનો ધંધો કરી દીધો હતો.

ahmedabad dhanteras1

 

માત્ર અમદાવાદમાં સવા સો કિલો સોનુ અને લગભગ એક હજાર કિલો ચાંદીનું વેચાણ થયું. ઉપરાંત, કપડાં, પગરખાં, ગિફ્ટ શોપ અને સજાવટના સામાનની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. ગુજરાતમાં લગભગ 400 કરોડ રૂપિયાના સોના, ચાંદી, પ્લેટિનમ અને હીરાનો ધંધો થયો છે. ગુજરાતમાં ઓગસ્ટ 2021માં સોનાના ભાવ 55થી 57 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. વર્ષ 2019માં ગુજરાતમાં પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવ લગભગ 38923 રૂપિયા હતા. પરંતુ સતત ભાવ વધારાને કારણે આટલો ભાવ થયો છે. ચાલુ વર્ષે ગુજરાતમાં સોનાના ભાવ 49300 રૂપિયા રહ્યા હતા તો ચાંદીના ભાવ 66300 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર વેચાઈ હતી. દેશના અન્ય રાજ્યોમાં સર્રાફા કારોબાર પણ ખુબ જ થયું છે. મહારાષ્ટ્રમાં ધનતેરસ પર 1500 કરોડ રૂપિયાનો કારોબાર થયો જયારે દિલ્હીમાં એક હજાર કરોડ રૂપિયાનો કારોબાર થયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!