અમરેલીમાં લાઠી નજીક દુધાળા ગામના નારાયણ સરોવરમાં 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકાએ શોધખોળ શરુ કરવામાં આવી હતી. જેમાં પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા ગામમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. બપોરે આ કિશોરો નારાયણ સરોવરમાં ન્હાવા પડ્યા હતા જે બાદ તેઓનો પત્તો ન મળતા તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટનાને પગલે પરિવારના માથે આભ તૂટી પડ્યુ છે.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
નારણ સરોવરમાં ડૂબવાથી 5 કિશોરના મોત
લાઠીના દુધાળા ગામ નજીક નારણ સરોવરમાં 5 કિશોરો ડૂબ્યા હોવાની આશંકાએ કલાકોથી શોધખોળ શરુ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા રેસક્યુની કામગીરી કરવામાં આવી હતી. યુવકો ડૂબ્યા હોવાની માહિતી મળતા લાઠીના ઈન્ચાર્જ મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જેમાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા સરોવરમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાંચેય કિશોરોના મૃતદેહ મળી આવતા આખુ ગામ ભેગુ થઇ ગયુ હતું,
પાંચેય કિશોર દુધાળાના રહેવાસી
- વિશાલભાઈ મનીષભાઈ મેર ઉંમર વર્ષ 16
- નમનભાઈ અજયભાઇ ડાભી ઉંમર વર્ષ 16
- રાહુલભાઈ પ્રિવીણભાઈ જાદવ ઉંમર વર્ષ 16
- મિત ભાવેશભાઈ ગળથીયા ઉંમર વર્ષ 17
- હરેશભાઇ મથુરભાઈ મોરી ઉમર વર્ષ 18
આ પાંચેય કિશોરો લાઠી શહેરના રહેવાસી છે. ઘટનાને પગલે પરિવારજનોના આંખો સુકાઇ નથી રહ્યા. હસતા રમતા વ્હાલસોયા દિકરાઓના મોત થતા પરિવાર આક્રંદ કરી રહ્યો છે. ગામમાં માતમ છવાયુ છે.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈