પ્રેમલગ્ન કરનાર સગર્ભા બહેન-બનેવીની કરપીણ હત્યા કેસમાં કોર્ટએ ફાંસીની સજા સંભળાવી

વર્ષ 2018માં સાણંદમાં ત્રિપલ મર્ડર કેસમાં અમદાવાદ જિલ્લા ગ્રામ્ય કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

Fasi Sanad

  • મિરઝાપુર કોર્ટે આરોપીઓને ફાંસીની ફટકારી સજા
ગુજરાતમાં હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે સમાજમાં દાખલો બેસાડવા કોર્ટ એક બાદ એક કડક સજાનું એલાન કરી રહી છે. સાણંદમાં 2018માં ડબલ મર્ડર મામલે આરોપી હાર્દિક ચાવડાને કોર્ટે ફાંસીની સજા ફટકારી પરિવારને ન્યાય અપાવ્યો છે. તેની સાથે મૃતક વિશાલના પરિવારને 10 લાખ અને 50 હજાર સાક્ષીને પણ વળતર આપવા કોર્ટે આદેશ કર્યો છે. પરિવારની ઈચ્છા વિરુદ્ધ બહેન અને બનેવીએ પ્રેમ લગ્ન કર્યા હતા જે બાદ હત્યારા હાર્દિકે તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે કેસની સુનાવણીમાં કોર્ટે આજે આરોપી હાર્દિક ચાવડાને ફાંસીનું સજાનું એલાન કર્યું છે.

ગ્રામ્ય કોર્ટે ફટકારેલી સજા મુદ્દે સરકારી વકીલે કહ્યું કે, હાર્દિક પ્રહલાદ ચાવડાને ફાંસીની સજા ફટકારી છે. 50 હજારનો દંડ કરવામાં આવ્યો છે. મૃતક કરુણાબેને પરિવારની મરજી વિરુદ્ધ વિશાલ સાથે કોર્ટ મેરેજ કરેલા. જેનું મનદુઃખ રાખીને બહેન અને બનેવીનું કમકમાટીભર્યું ખૂન કરેલું છે. કરુણાબેનને ચાર માસનો ગર્ભ હતો. ગર્ભને જીવ પણ આવી ગયેલો હતો. 

 
કઈ કલમ અને કેટલા દંડની સજા થઈ?
આ કેસ જે એ ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલેલો છે. સરકારી વકીલ એમ એમ ગુલાબાને આ કેસ હાથમાં લીધો હતો. કોર્ટનું અવલોકન એવું હતું કે ઓનર કિલિંગ જેવો કેસ છે. સાણંદ પોલીસ સ્ટેશન પહેલા ગુના રજીસ્ટર નંબર 92/18 ઈપીકો કલમ 302 316 જેનો સેશન્સ કેસ નંબર 38/2019માં આરોપી હાર્દિક પ્રહલાદભાઈ ચાવડા રહેવાસી કોઈતા તાલુકો દેત્રોજ જિલ્લો અમદાવાદને ફાંસીની સજા તથા 10 લાખનું વળતર આપવા આદેશ કર્યો છે.
 
શું છે સમગ્ર કેસ?
 
મરણ જનાર તરુણા બેન તેઓના કુંટુંબીજનોના મરજી વિરુદ્ધ લાલો ઉર્ફે દિનેશના ભાઈ વિશાલ સાથે કોર્ટ લગ્ન કરેલા હતા. જેનું મન દુખ રાખીને આરોપી હત્યારા હાર્દિકે તેની બહેન તરુણા તથા બનેલી વિશાલનું કમકમાટી ભર્યું ખૂન કર્યું હતું. વધુમાં તરુણાબેનને 4 માસનું ગર્ભ હતું એ ગર્ભને જીવ પણ આવી ગયો હતો જે હકીકતો પણ આ કેસમાં કોર્ટે ધ્યાને લીધી છે. હત્યા વખતે આરોપી હાર્દિકે તેની બહેન તરુણાને 8 ઘા માર્યા હતા. વિશાલને 17 તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી હતી. વિશાલ તેનો જીવ બચાવા બાજુમાં રહેતા રંભાબેનના ઘરે ઘૂસી ગયા હતા. તેઓના ઘરમાં પણ આરોપી ઘૂસી ગયો હતો અને 17 જેટલા ઘા મારી વિશાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જેથી નામદાર કોર્ટે એવા તારણ પણ આવી હતી કે મુર્ત્યુ પામનાર વિશાલના માતા પિતાને 10 લાખનું વળતર ચૂકવવામાં આવે અને 50 હજાર સાક્ષીને પણ કોમ્પોઝિશન આપવા કોર્ટે હુકમ કર્યો છે.
 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp