ગુજરાત રાજ્યના 8 મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કર્ફયુની મુદત 1 મહિના સુધી વધારવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ ગાંધીનગર, જૂનાગઢ, ભાવનગર માં રાત્રી 12 થી સવારે 6 સુધી રહશે કરફ્યુ. રાજ્ય સરકારે આ મામલે પરિપત્ર પણ બહાર પાડ્યો છે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યના 8 શહેરોમાં તારીખ 10-10-2021ના રાત્રિના 12 કલાકથી તારીખ 10-11-2021ના સવારના 6 કલાક સુધી( દરરોજના 12.00 કલાકથી સવારના 6.00 કલાક સુધી) રાત્રિ કર્ફયુની અવધી લંબાવવામાં આવી છે.
ગુજરાતમાં કોરોનાના 20થી વધુ કેસનો ક્રમ સતત ત્રીજા દિવસે યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 20 નવા કેસ સામે આવ્યા છે જ્યારે સળંગ ત્રીજા દિવસે કોરોનાથી મૃત્યુ નોંધાયું છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સુરત શહેરમાંથી 4-ગ્રામ્યમાંથી 3 સાથે સૌથી વધુ 7, નવસારીમાંથી 4, અમદાવાદ-વલસાડમાંથી 3, ખેડામાંથી 2 જ્યારે વડોદરામાંથી 1 નવો કેસ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,26,080 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક મૃત્યુ વલસાડમાં થયું હતું. રાજ્યમાં કોરોનાથી કુલ મરણાંક હવે 10,085 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 22 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.
અત્યારસુધી કુલ 8,15,816 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.76% છે. રાજ્યમાં હાલ 179 એક્ટિવ કેસ છે અને ચાર દર્દી વેન્ટિલેટર પર છે. સુરત 56, અમદાવાદ 39, વલસાડ 37, વડોદરા 18 સાથે સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા જિલ્લા છે. ગુરૂવારે વધુ 4.72 લાખને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ રસીકરણનો આંક હવે 6.33 કરોડ છે.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!