ચીનનું Boeing 737 એરક્રાફ્ટ કેશ, 133 યાત્રીઓ હતા સવાર

ચીનમાં એક મોટી વિમાન દુર્ઘટના થઈ છે. ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા કે કેટલા લોકોના મોત થયા તેની માહિતી હાલ બહાર આવી નથી.

CHINA 054

ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, ચીનનું બોઈંગ 737 કુનમિંગથી ગુઆંગઝૂ જઈ રહ્યું હતું. આ દુર્ઘટના ગુઆંગસી વિસ્તારમાં બની હતી. જેના કારણે ત્યાંના પહાડોમાં પણ આગની જ્વાળાઓ દેખાતી હતી.

MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતમાં હાજર Kunming શહેરના Changshui એરપોર્ટ પરથી 1.15કલાકે ઉડાણ ભરી હતી. નિર્ધારિત ટાઈમ 3કલાકે Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનું હતું, તે તેના નિયત સ્થળ પર પહોંચે તે પહેલા વિમાન ક્રેશ થઈ ગયું હતું.  

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોની Digital Gujarat News પુષ્ટિ કરતું નથી.

વાયરલ વીડિયો

MU 5735 પ્લેને દક્ષિણ પશ્ચિમ ચીનના યુન્નાન પ્રાંતમાં હાજર Kunming શહેરના Changshui એરપોર્ટ પરથી 1.15કલાકે ઉડાણ ભરી હતી. નિર્ધારિત ટાઈમ 3કલાકે Guangdong પ્રાંતના Guangzhou પહોંચવાનું હતું, તે તેના નિયત સ્થળ પર પહોંચે તે પહેલા વિમાન ક્રેશ થઈ ગયું હતું.

ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર બચાવ ટીમો હવે ઝડપથી તે જગ્યાએ જઈ રહી છે જ્યાં પ્લેન ક્રેશ થયું હતું. દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન માત્ર સાડા છ વર્ષનું હતું. જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
 
વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp