નાગરિકોને પડતા પર પાટુ, અદાણી CNGનો નવો ભાવ આસમાને

અદાણી CNGના ભાવમાં ફરીથી વધારો થયો છે. જેમાં CNGના ભાવમાં રૂ.2નો વધારો ઝીંકાયો છે. તેથી અદાણી CNGનો નવો ભાવ રૂ.81.59ને પહોંતચા ગાડીમાં CNG કિટ ફિટ કરાવનારાને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે.

અગાઉ સીએનજીના ભાવમાં આગલા દિવસે પ્રતિ કિલો રૂ. 2.50નો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ આજનો વધારો તાજેતરના સમયમાં સૌથી વધુ છે. ત્રણ રૂપિયાના વધારા બાદ આજે દિલ્હીમાં CNGની કિંમત 69.11 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે, જ્યારે નોઈડા, ગ્રેટર નોઈડા અને ગાઝિયાબાદમાં તે 71.67 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે.

સેન્ટર પર પ્રેસર નહિ આવતું હોવાના આક્ષેપો

ગઇકાલે ગુજરાત ગેસ દ્વારા સીએનજી ગેસમાં ભાવ વધારો કરાયો હતો. જેમાં 70.53 પૈસાના જુના ભાવની સામે 76.98 રૂપિયા નવો ભાવ કરવામાં આવ્યો હતો. તેમજ ગુજરાત ગેસના રીપેરીંગ સેન્ટર પર પ્રેસર નહિ આવતું હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે.

70.53 પૈસાના જુના ભાવની સામે 76.98 રૂપિયા નવો ભાવ

ઉલ્લેખનિય છે કે ગુજરાત ગેસ લિમિટેડ દ્વારાગેસના ભાવમાં 6 રૂપિયા 45 પૈસાનો અસહ્ય ભાવવધારો ઝીંકી દેવાતા વાહન ચાલકોમાં રોષ જોવા મળ્યો છે. પેટ્રોલ-ડીઝલના કૂદકેને ભૂસકે વધી રહેલા ભાવને પગલે વાહનચાલકો તેમજ ટ્રાન્સપોર્ટેશન મોંઘું થતાં જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુના ભાવ ઊંચકાયા છે. તો બીજી તરફ ગુજરાત ગેસ લિમિટેડ મોડી રાત્રે સીએનજી ગેસના રૂપિયા 6.45 અસહ્ય ભાવવધારો ઝીંકી દેતા નાગરિકોને પડતા પર પાટુ સમાન સાબિત થઇ રહ્યું છે.

રિફિલિંગમાં ઓછા પ્રેશર આવતું હોવાની પણ ફરિયાદો

ગુજરાત ગેસનો આજનો ભાવ 76.98 રૂપિયા થતાં જ આજે ગેસ પુરાવા આવેલ વાહનચાલકોએ સરકાર સામે રોષ ઠાલવી સત્વરે ભાવમાં નિયંત્રણ લાવવાની માંગ કરી હતી. સાથે સાથે ગુજરાત ગેસના સીએનજી પમ્પ પર રિફિલિંગમાં ઓછા પ્રેશર આવતું હોવાની પણ ફરિયાદો કરવામાં આવી હતી.

યુપીના મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં સીએનજી 76.34 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ગુરુગ્રામમાં CNGની કિંમત આજે 77.44 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. જ્યારે, રેવાડીમાં આજે CNG 79.57 રૂપિયામાં ઉપલબ્ધ છે.

માત્ર, કરનાલ અને કૈથલમાં આજથી સીએનજી 77.77 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઈ રહ્યો છે. કાનપુર, હમીરપુર અને ફતેહપુરની વાત કરીએ તો અહીં 3 રૂપિયાના વધારા બાદ CNG નો ભાવ 80.90 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો છે. રાજસ્થાનના અજમેર, પાલી અને રાજસમંદમાં સીએનજીનો ભાવ 79.38 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.