ગાંધીનગરઃ કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશીયારાનું લાંબી માંદગીની સારવાર બાદ નિધન થયું છે.
કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો અનિલ જોશિયારાનું નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. કોરોનાના કારણે તેમની સારવાર ચાલી રહી હતી. ચેન્નાઈમાં ડો અનિલ જોશિયારાની કોરોનાની સારવાર ચાલી રહી હતી. પરંતુ આજે 69 વર્ષની વયે ડો અનિલ જોશિયારા કોરોના સામે જંગ હારી ગયા હતા અને તેમનું નિધન થયું છે. જાણવા મળી રહ્યું છે કે ડો અનિલ જોશિયારાના વતન ભિલોડામાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવશે. આવતીકાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પાંચ ટમ સુધી ડો અનિલ જોશિયારા ધારાસભ્ય રહી ચૂક્યા છે.
ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન હતા
24 એપ્રિલ 1953ના રોજ જન્મેલા ડૉ.અનિલ જોશીયારા મૂળ ભિલોડા તાલુકાના ચુનાખણના વતની હતા, તેઓએ 1979માં એમ.બી.બી.એસ અને 1983માં એમ.એસ.(જનરલ સર્જન)ની ડીગ્રી ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવી હતી. ડૉ.અનિલ જોશીયારાએ ભિલોડા સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન તરીકે છ વર્ષ સેવાઓ આપી હતી. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં 1989 થી 1992સુધી પોતાની સફળ તબીબી સેવાઓ આપી છે તેઓ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહી ચૂક્યા છે
નોંધનીય છે કે, કોરોનાની લાંબી સારવાર બાદ ધારાસભ્યનું નિધન થયું. ડૉક્ટર અનિલ જોશિયારા જાન્યુઆરી મહિનામાં કોરોનાથી સંક્રમિત થયા હતા. જે બાદ તેમની ચેન્નઈમાં સારવાર ચાલી રહી હતી. લાંબી સારવાર બાદ આજે બપોરે એક વાગ્યા આસપાસ તેમનું નિધન થયું. પાંચ ટર્મથી અનિલ જોશિયારા અરવલ્લીના ભિલોડાથી ધારાસભ્ય હતા. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી.
1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા
ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈