દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે બિલ્ડીંગમાં ભભુકી પ્રચંડ આગ, અત્યાર સુધીમાં 27 લોકોના મોત, 100 લોકોનું કરાયું રેસ્ક્યૂ

  • દિલ્હીના મુંડકા વિસ્તારમાં લાગી ભયંકર આગ
  • કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ ભભૂકી, 26ના મોત
  • બિલ્ડિંગમાં હજુ પણ 30થી 40 લોકો ફસાયા

Delhi : દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન નજીક એક બિલ્ડીંગમાં ભીષણ આગ લાગી છે. આ આગ એટલી ભયાનક છે કે આગમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. આગમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. આ આગની ઘણા ભયાનક વિડીયો અને ફોટો સામે આવ્યાં છે. આ દરમિયાન એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં આગથી જીવ બચાવવા કેટલાક લોકો બિલ્ડીંગમાંથી કૂદી રહ્યા છે, તો કેટલાક લોકો કુદવાણી તૈયારી કરી રહ્યાં છે. જુઓ આ વિડીયો –

તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી
આજથી જીવ બચાવવા કૂદી રહેલા લોકોનો વિડીયો જોઈને સુરતના તક્ષશિલા અગ્નિકાંડની યાદ આવી જાય છે. સુરતમાં તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગથી જીવ બચાવવા વિદ્યાર્થીઓએ આવી જ રીતે બિલ્ડીંગના ઉપરના માળેથી કુદકા લગાવ્યાં હતા. આ કરૂણ ઘટનાને આજે પણ કોઈ ભુલ્યુ નથી.

પીએમ મોદીએ કર્યું ટ્વીટ
દિલ્હીમાં આગની આ ઘટના અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. ટ્વીટમાં તેમણે લખ્યું, “ દિલ્હીમાં લાગેલી આગમાં થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. મારી સહાનુભૂતિ શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છું.”

અત્યાર સુધીમાં 26 લોકોના મોત
પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે પિલર નંબર 544 પાસે શુક્રવારે સાંજે ત્રણ માળની ઇમારતમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. હજુ ત્રીજા માળે બચાવ કાર્ય કરવાનું બાકી છે. મૃત્યુઆંક વધી શકે છે.

રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશનની પાસે બિલ્ડિંગમાં લાગેલી આગની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

PCR કોલથી મળી માહિતી
ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 24 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. રાત્રે લગભગ આઠ વાગ્યા સુધી આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી હતી.

આજે સાંજે 4.45 કલાકે એક ઓફિસમાં આગ લાગવાની ઘટના સંબંધિત પોલીસ સ્ટેશન મુંડકામાં એક પીસીઆર કોલ આવ્યો હતો. આ કોલની જાણકારી પોલીસને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને લોકોને બચાવા લાગી ગયા. પોલીસ અધિકારીઓએ બ્લિડીંગની બારીઓના કાચ તોડીને લોકોને બહાર નિકાળ્યા હતા અને ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આ બિલ્ડીંગ 3 માળની છે અને મોટા ભાગે અહીં કોમર્શિયલ ઉપયોગ માટેની ઓફિસો આવેલી છે. આગની ઘટના પ્રથમ માળેથી શરૂ થઈ હતી. કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી છે.

આગ ઠારવા માટે ઘટનાસ્થળ પર 9 ફાયર બ્રિગેડની ગાડીઓ આવી પહોંચી હતી. આગની ચપેટમાં આવેલા પીડિતોને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *