ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં ઝીંકાયો કીલો દીઠ રૂપિયા 6.45નો વધારો

CNG

 

રોજબરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમા નાનો-મોટો વધારો આવતો રહે છે ત્યારે આજે CNG ની કિંમતમા ધરખમ વધારો આવ્યો છે. આજના દિવસે પણ ભાવવધારાનું વલણ યથાવત રહ્યું છે. આજ રોજ ગુજરાત ગેસ દ્વારા CNG ના ભાવમાં કીલો દીઠ રૂપિયા 6.45 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. આ વધારા પહેલા CNG નો ભાવ 70.53 હતો ત્યારે હવે આ 6.45 રૂપિયાના વધારા બાદ CNG નો નવો ભાવ 76.98 થયો છે. આ ભાવવધારો રાત્રે 12 વાગ્યા બાદ અમલી બનશે.

CNG ની સાથોસાથ પેટ્રોલ અને ડીઝલમા પણ અનુક્રમે લિટર દીઠ 80 પૈસા અને 82 પૈસાનો વધારો થયો છે. ત્યારે આ વધારા બાદ પેટ્રોલ કહો, ડીઝલ કહો કે CNG કહો બધાના ભાવ ભડકે બોલવાના છે અને સામાન્ય જનતાના પરસેવા છૂટી જવાના છે. પેટ્રોલિયમ પેદાશોમાં નિરંતર ભાવવધારાના કારણે હાલ પેટ્રોલના ભાવ ફરી 105 પ્રતિ લિટરની સપાટીને પાર કરી ગયા છે. ગુજરાત રાજ્યમાં ફરી પેટ્રોલના ભાવ સેન્ચુરીને પર કરી ચુક્યા છે.

25

 

જણાવી દઈએ કે, હાલમાં ઓટો રિક્ષા તેમજ પીકઅપ વાન સહિતના વાહનોમાં સીએનજીનો વપરાશ થઈ રહ્યો છે. જો કે આજે રાતથી નવા ભાવ અમલી થવાની સાથે જ સીએનજી આધારિત વાહન ધરાવતા ચાલકો પર વધારાનો બોઝ પડશે. જેના કારણે સીએનજીની સવારી પણ મોંઘી થઈ જશે.

અગાઉ 7 ઓકટોબર, 2021 ના રોજ પેટ્રોલનો ભાવ 100 હતો. ત્યારબાદ ગત દિવાળીએ સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી ઘટાડો આવ્યો હતો ને સ્થિર થયા હતા ત્યારે હાલમાં થયેલા ભાવવધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તેનો હાલ કોઈ જ ફાયદો દેખાઈ રહ્યો નથી. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારાના કારણે દેશમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમા નિરંતર વધારાનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતમા દરરોજનુ 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ પેટ્રોલ પમ્પ દ્વારા ખરીદવામાં આવે છે અને જોવાની વિશેષ વાત તો એ છે કે, ભાવમા આટલો વધારો આવવા છતાં ઈંધણના વેચાણમાં કોઈપણ પ્રકારની અસર હજુ સુધી આવી નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp