ભાદરવામાં તો મેઘો અનરાધાર, ગોંડલમાં પાણી જ પાણી માત્ર: ત્રણ ઇંચ વરસાદથી જળબંબાકાર…

Gate Digital News
Gate Digital News

ગુજરાત રાજ્યના વિવિધ જીલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યના તલાલા પંથકના આંકોલવાડી, ગુંદરણ , ધાવા અને બોરવાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળ અને માળિયા હાટિના પંથકમાં ધીમીધારે વરસાદ વરસ્યો…આ ઉપરાંત માણાવદર શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે..માણાવદરમાં બે કલાકમાં ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો.. ભારે વરસાદથી બાંટવા ખારો ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે..નીચાણવાળા ગામોને એલર્ટ આપવામાં આવ્યુ છે.. અમરેલી જિલ્લાની વાત કરીએ તો લીલીયા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો…પૂંજાપાદરના માર્ગે પર વરસાદી પાણી ફરી વળ્યા.

CAR Digital News
CAR Digital News

ગુજરાતના રાજકોટ જીલ્લામાં તો સાંબોલા ધાર વરસાદ વરસ્યો છે. ક્યાંક ધીમીધારે તો બીજી તરફ અનરાધાર વરસાદ વરસ્યો છે. ગોંડલમાં તો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે 3 ઈંચ વરસાદથી નદીમાં પૂર આવવાની સાથે નદી ગાંડીતૂર બની છે, રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.

રાજકોટના ગોંડલ તાલુકાના વાસાવડ ગામે બસ સ્ટેન્ડ તરફ જતો રસ્તા ઉપર પાણી ફરી વળ્યું હતુ..જેના કારણે વાહનોની અવર જવર બંધ કરવાની ફરજ પડી હતી..તો વાસાવડી નદી પણ ગાડીતૂર બની હતી..

GONDAl Digital Gujarat
GONDAl Digital Gujarat

રાજકટોના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો..ગોંડલ તાલુકાના વાસાવડમાં બપોરે અઢી વાગ્યે ધોધમાર વરસાદ થતા સમગ્ર વિસ્તાર પાણીથી તરબોર થયો હતો…વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મેઘરાજાએ મહેર કરી હતી..આકાશમાં કાળા ડિંબાગ વાદળો સાથે વરસાદ ખાબકતા અંધારપટ છવાયો હતો..

આ ઉપરાંત અમરેલી-સાવરકુંડલા હાઈવે પર ખેતરમાં ભરાયેલા પાણી વહેતા થયા.. બનાસકાંઠાના ડીસા પંથકમાં વરસાદ વરસ્યો..તો દાહોદના સિંગવડ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો..વડોદરાના ડેસર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો…નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકામાં પોણા નવ ઈંચ વરસાદ ખાબક્યો.. તાલુકાની ખાડી, કરજણ, તરાવ અને દેવ નદીમાં વરસાદી પાણી વહેતા નજરે પડયા.. સાગબારા તાલુકામાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો.. ગરુડેશ્વર તાલુકામાં દોઢ ઈંચ, નાંદોદ તાલુકામાં એક ઈંચ, તિલકવાડા તાલુકામાં બે ઈંચ વરસાદ પડયો હતો…. સાપુતારામાં સાડા ત્રણ  ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે વઘઈમાં અઢી ઈંચ, આહવામાં 1.25 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુબિરમાં સવા  ઈંચ વરસાદ નોંધાયો છે…સુરતમાં મેઘરાજાની તોફાની ઇનિંગના પગલે હમણાં સુધી ચિંતિત બનેલા ખેડૂતો પણ ખુશખુશાલ થયા છે.

જૂનાગઢમાં માળીયાના ગડુ શેરબાગ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો.ખેરા, સમઢીયાળા વિષણવેલ, સુખપુર,સિમાર, ઘુમલી.ઝડકા,ગોતાણા સહિતના વિસ્તારમાં ધીમેધારે વરસાદ વરસ્યો હતો. ગાજવીજ સાથે વરસાદી માહોલ છવાયો હતો..વરસાદી માહોલથી ધરતીપુત્રોમાં હર્ષની લાગણી ફેલાઇ હતી.