આ રાશિ (Rashifal)ના લોકો માટે આજનો દિવસ લાભદાયક, જાણો આપનું આજનું રાશિફળ

Rashifal 25 12 2021

 

તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 25 December 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).  

મેષ : અ. લ. ઇ. (Aries)

અનેક પ્રકારના વૈચારિક મનોવૈજ્ઞાનિક પ્રશ્નોના કારણે મન બેચેન બનતું અનુભવાશે. આવક વધારવાના પ્રયત્નો વિલંબ બાદ ફળે, ખર્ચના ખાડા પૂરવા અઘરા જણાય, કરકસર જ એક માત્ર ઉપાય. મહત્ત્વના કાર્યો અને યોજના કે અન્ય વાહન, મકાન મિલકતની સાનુકૂળ તક મળે, નોકરિયાતને આનંદ, ધંધાર્થીને રાહત ગૃહવિવાદ અટકાવજો. સ્વજન અંગે મનદુઃખ જણાય, ઘરમાં કોઈની ચિંતા રહે.

વૃષભ : બ.વ.ઉ. (Taurus)

આપના મનની મૂંઝવણોને દૂર કરવાનો ઉપાય કારગત નીવડશે. નાણાકીય કામકાજો, ઉઘરાણી,દેણાં, વ્યાજ વટાવની કામગીરીમાં આપના પ્રયત્નો સફળ બને. નોકરી અંગેની સમસ્યા ઉકેલાય.ધંધામાં પ્રગતિકારક તક સર્જાય, વાહન-સંપત્તિ બાબત ધીમું ફળ. દાંપત્ય-કૌટુંબિક કામકાજો, પ્રશ્નો કે અન્ય બાબતો હલ થાય, મિત્ર સ્વજન ઉપયોગી રહે.

મિથુન : ક.છ.ઘ. (Gemini) 

આપની મનોદશા વ્યગ્ર અને ચિંતિત હોય તો હવે તમો રાહતનો અનુભવ કરી શકો. આવક-જાવકના પલ્લાં સમતોલ રાખવાના પ્રયત્નો વધારજો, વ્યય રોકજો. ઉઘરાણી પર ધ્યાન આપવું. આપની ઑફિસો કે અન્ય કામગીરીઓ આડે વિઘ્ન જણાય. વિલંબ વધે. મકાન-વાહન- નોકરી-વ્યવસાય અંગે સંજોગો સુધરતા જણાશે, જતું કરવાની- સમાધાન કરવાની જરૂર, મિત્ર- પ્રિયજન- સગાંસંબંધીથી હર્ષ, આરોગ્યની કાળજી લેજો, પ્રવાસમાં સાવધાન.

કર્ક : ડ.હ. (Cancer)

વ્યથા વિષાદની અનુભૂતિમાંથી આનંદ ઉલ્લાસની લાગણી અનુભવાય, આર્થિક પલ્લા સચવાય, કોઈની મદદ સહાય ઉપયોગી બને. સંજોગો બદલાતા દેખાયા, આવકનો માર્ગ ખૂલતો જણાય, કાર્યસફળતા માટેના આપના વધુ પ્રયત્નો જરૂર ફળદાયી બનતા જણાય, હરીફોથી સાવધ રહેવું. નોકરીની ચિંતા હળવી બને. ધંધા વેપારમાં આગળ વધતા રહેશો. કૌટુંબિક અને જીવનસાથી સાથેના સંબંધો સુધારી શકો યા સુધારી લેવા.

સિંહ : મ.ટ. (Leo)

આપની મનની પરિસ્થિતિ ઘણી ડામાડોળ અને દ્વિધાભરી જણાશે. કોઈ માર્ગ સૂઝે નહીં તેમ લાગે. નાણાભીડનો ઉકેલ મળી આવે ખરો પણ પૈસા હાથમાં ટકે નહીં આવે તેવા જતા જણાય, કરકસર જ ઉપાય, મહત્ત્વના કામકાજો આડેના વિઘ્નો પાર કરી સફળતા તથા લાભ મેળવી શકો. અપેક્ષા મુજબ નહીં પણ સારું ફળ આવે. નોકરીમાં પરિવર્તનની તક, ધંધામાં વિકાસ. પતિ-પત્ની વચ્ચેના મનમુટાવને દૂર કરવા આપે ક્ષમાશીલ રહેવું પડે.

કન્યા : પ.ઠ.ણ. (Virgo)

અંગત સમસ્યા, હૃદયનો વિષાદ, અજંપો દૂર થાય. ધર્મ-ધ્યાન કામ લાગે, આવકનો સ્ત્રોત ઊભો થઈ શકે. સહાય મદદ મેળવી શકો. નોકરી-ધંધા-વેપારના પ્રશ્નો હોય કે ઑફિસ- સહકારી કામકાજો હોય કે તેમાં સફળતાની તકો વધશે અને ચિંતા દૂર કરાવે. જીવનસાથીનો સહકાર વધે, સમાધાન અને સમજદારીથી આનંદ. સંવાદિતા સર્જી શકશો. સગાસંબંધીથી સુમેળ રહે. આરોગ્ય ચિંતા દૂર થાય. પ્રવાસ વિલંબિત બને.

તુલા : ર.ત. (Libra)

આપના સંજોગો ધીમે ધીમે વધુ આશાસ્પદ, રાહતદાયી બનતા દેખાય. આવકની ચિંતા, સમસ્યા દૂર થતી લાગે, અન્યની મદદ- જૂની ઉઘરાણીથી રાહત મળે, ખર્ચા અને ખોટા વ્યય અટકાવી લેજો. પ્રચંડ પુરુષાર્થ, સંઘર્ષ બાદ હવે આપને સફળતાનો સ્વાદ ચાખવા મળતો જણાય. નોકરિયાતની ચિંતા હળવી બને. દાંપત્યજીવનની ગેરસમજો, કેવળ લાગણી દર્શાવી દૂર કરી શકશો. સગાં-સબંધીના પ્રશ્નો હલ થાય. આરોગ્ય જળવાય, પ્રવાસમાં સફળતા.

વૃશ્ચિક :  ન.ય. (Scorpio)

આપની અંતઃકરણની બેચેની દૂર થાય તેવા સંજોગો આવતા જણાય, આવક અને ચુકવણીઓ બાબતની સમસ્યાનો હલ મેળવી શકશો, કોઈ જૂનો લાભ મળતો જણાય, ખર્ચા રોકજો. આપના ધંધા-નોકરીના પ્રશ્નો હોય કે વાહન- સંપત્તિની બાબતો આ સમયમાં સાનુકૂળ તક આવતા તેનો હલ મેળવી શકશો. અટકેલા કામો પણ થતા લાગે. કૌટુંબિક સમાધાન અને સમજૂતીઓ થઈ શકે. મતભેદો નિવારી શકાય, મિત્ર, પ્રિયજન ઉપયોગી.

ધન : છ ભ.ધ.ઢ.ફ. (Sagittarius)

આપની વેદના અને વિષાદની લાગણીમાંથી બહાર આવીને હર્ષ ખુશી અનુભવી શકશો. નાણાભીડનો ઉકેલ આવે. નવી આવક થતી જણાય, ઉઘરાણી માટે કોઈની પાસેથી અનામત કામ લાગે, આપના નોકરીના ક્ષેત્રે સાનુકૂળ તક મળે. ધંધા-વેપારમાં આપના પ્રયત્નો ફળદાયી બને. મકાન-સંપત્તિ- વાહન અંગે રાહત, ગૃહજીવનમાં દાંપત્યજીવનના યા પ્રણયના કામમાં શાંતિ સ્થાપી શકો. આરોગ્ય સાચવવું. પ્રવાસમાં વિઘ્ન જણાશે.

મકર : ખ.જ. (Capricorn)

મન પર આવેશના પંજાને પડવા ન દેશો. ક્રોધ કે આઘાતને કાબૂમાં રાખજો. લાભદાયી તક આવી મળે. મિત્ર-સંબંધી ઉપયોગી બને. ખર્ચનો પ્રસંગ વધે. આપના સરકારી કે ખાનગી કાર્યલયોના પ્રશ્નો- કામો અંગે વિલંબ વધતા લાગે, નોકરીમાં હજી ધીમી પ્રગતિ-બદલીઓ. ધંધા-વેપારમાં ધાર્યા લાભ ઓછો લાગે. કૌટુંબિક સંજોગો સુધરે, જીવનસાથી સાથે મનમેળ રાખવો. સગાંમિત્ર મદદરૂપ બને. આરોગ્ય જળવાય, પ્રવાસ મજાનો.

કુંભ : ગ.શ.સ. (Aquarius)

તણાવ, તંગદિલી યા અસ્થિરતાના સંજોગો હવે હળવા થતા રાહત અનુભવી શકશો. નાણાકીય પરિસ્થિતિને સમતોલ બનાવજો. આવક વધારવા ગણતરીઓ મુકવી પડે. લોભ-લાલચમાં પડશો નહીં, ખર્ચનો પ્રસંગ આવે. ધંધા-નોકરીની કામગીરી હોય કે મકાન-વાહન અંગેના કાર્યો યા અન્ય હાથ ધરેલા કામકાજો આ સમયમાં ધીમું ફળ મળતું જણાશે. ધીરજની કસોટી થાય, ગૃહજીવન-સ્વજન-સગાં વગેરે અંગે આ સમયમાં સંબંધો સુધારી લેવાય.

મીન : દ.ચ.ઝ.થ. (Pisces)

સામા પવને ચાલતા હો તેવી કપરી સ્થિતિમાંથી બહાર આવવાનો માર્ગ મળી આવતાં આશા વધે. આર્થિક સંજોગો કઠિન હશે પણ તેને આપના કેટલાક પ્રયત્નો અન્ય મદદો કે કરજ લોન દ્વારા હલ થતા જણાય. નોકરિયાતને સાનુકૂળ તક મળે. વેપાર-ધંધામાં આપની અપેક્ષા અધૂરી જણાય. પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું. કૌટુંબિક પ્રશ્નો, સગાં-સ્નેહીની સમસ્યા અથવા સંતાન-ભાઈ-બહેનના કાર્યો માટે આ સમયમાં ધાર્યું ન થાય તો અકળાવું નહીં.      

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!