PM Modi એ કરી મોટી જાહેરાત, આ તારીખથી થશે બૂસ્ટર ડોઝની શરૂઆત, જાણો કોને મળશે લાભ

પીએમ મોદી(PM Modi) દેશને સંબોધન કરી રહ્યા છે, આ પહેલા PMO એ રાષ્ટ્રને વડાપ્રધાનના સંબોધનની જાણકારી આપી હતી. રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ દેશવાસીઓને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી. પીએમ મોદીએ કહ્યું કે આ સમય સાવધાન થવાનો પણ છે. 

modi

 

  • ભારતમાં ટૂંક સમયમાં DNA આધારિત રસી આપવામાં આવશે
  • DCGI એ બાળકોની રસી માટે કોવેક્સિનને મંજૂરી આપી
  • 10 જાન્યુઆરીથી આરોગ્ય કર્મીઓને બૂસ્ટર ડોઝ આપવામાં આવશે

પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શનિવારે દેશને સંબોધિત કરતા મોટી જાહેરાત કરી હતી. પીએમએ 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વય જૂથ માટે રસી રજૂ કરવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે ટૂંક સમયમાં દેશમાં નેઝલ અને ડીએનએ રસી પણ આપવાની શરૂઆત કરવામાં આવશે. વડા પ્રધાનના સંબોધન પહેલાં, DCGI એ બાળકોની રસી માટે કોવેક્સિનના કટોકટીના ઉપયોગને મંજૂરી આપી હતી.

પીએમ મોદી (PM Narendra Modi) ના સંબોધનનની ખાસ વાતો

  • 3 જાન્યુઆરી 2022થી 15થી 18 વર્ષના બાળકોને રસી આપવામાં આવશે
  • દેશ પાસે હાલમાં 5 લાખ ઓક્સિજન સહિત બેડ ઉપલબ્ધ છે.
  • ઓમિક્રોનનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.
  • દરેક રાજ્યોને જરૂરી મદદ આપવામાં આવી રહી છે.
  • આજે દેશ પાસે 1.40 લાખ ICU બેડ ઉપલબ્ધ છે.
  • પીએમ મોદીએ લોકોને માસ્ક પહેરવા અપીલ કરી.
  • અમે વેક્સિનને લઈને સતત કામગીરી કરી છે.
  • દેશના 61% લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
  • ગોવા અને હિમાચલ પ્રદેશમાં 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે.
  • આપણા હેલ્થકેર વર્કર સારૂ કામ કરી રહ્યા છે.

પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું કે, ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કરી દીધુ હતપં. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિને કારણે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝ આપી દીધા છે. આજે, ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે, લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો સિંગલ ડોઝ આપવામાં આવ્યો છે.

‘બાળકો માટે 3 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સીનેશન’

પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું, ‘જે બાળકોની ઉંમર 15 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, હવે તેમના માટે દેશમાં રસીકરણ શરૂ થશે. 2022માં 3જી જાન્યુઆરીએ સોમવારથી શરૂ થશે.

‘સીનિયર સિટીઝનને લાગશે બૂસ્ટર ડોઝ’

પ્રધાનમંત્રી (PM Narendra Modi) એ કહ્યું કે, ’60 વર્ષથી વધુ ઉંમરના કો-રોબિડિટીઝવાળા નાગરિકોને, તેમના ડૉક્ટરની સલાહ પર તેમને વેક્સીનની Precaution Dose  નો વિકલ્પ પણ ઉપલબ્ધ રહેશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

‘હેલ્થ વર્કર પણ લાગશે એકસ્ટ્રા ડોઝ’

તેમણે કહ્યું કે, ‘આપણા બધાનો અનુભવ છે કે જે કોરોના વોરિયર્સ છે હેલ્થકેર અને ફ્રન્ટલાઈન વર્કર્સ છે, તેમનો આ લડાઈમાં દેશને સુરક્ષિત રાખવામાં મોટો ફાળો છે. આજે પણ તેઓ પોતાનો ઘણો સમય કોરોના દર્દીઓની સેવામાં વિતાવે છે. એટલા માટે Precaution ની દ્રષ્ટિએ સરકારે નિર્ણય લીધો છે કે હેલ્થકેર અને ફ્રંટલાઇન વર્કર્સને Precaution Dose ની શરૂઆત કરવામાં આવશે. તેની શરૂઆત 2022 માં 10 જાન્યુઆરી સોમવારના રોજ શરૂ થશે. પીએમ મોદી (PM Narendra Modi) એ કહ્યું, ‘આજે ભારતની વયસ્ક જનસંખ્યામાંથી 61 ટકાથી વધુ વસ્તીને રસીના બંને ડોઝ મેળવ્યા છે. આ જ પ્રકારે કુલવસ્તીમાં 90 ટકા લોકોને વેક્સીનનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

‘આ વર્ષે 16 જાન્યુઆરીથી શરૂ થશે રસીકરણ’

તેમણે કહ્યું કે ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી આપણા નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધો છે. કોરોના વૈશ્વિક રોગચાળા સામે લડવાનો અત્યાર સુધીનો અનુભવ દર્શાવે છે કે વ્યક્તિગત સ્તરે તમામ દિશાનિર્દેશોનું પાલન કરવું એ કોરોના સામે લડવાનો શ્રેષ્ઠ માર્ગ છે. 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડિટીઝ ધરાવતા નાગરિકોને તેમના ડૉક્ટરની સલાહ પર પ્રીકોર્શન ડોઝ આપવામાં આવશે. તે પણ 10 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, મારી વિનંતી છે કે ભય પેદા કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી બચવુ જોઈએ. આપણે આજ સુધી વિશ્વનું સૌથી મોટું રસીકરણ અભિયાન ચલાવ્યું છે. આપણા બધાના પ્રયાસોથી કોરોના સામે દેશ મજબૂત થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!