ગુજરાત રાજ્યના નાગરીકો તેમજ વિદ્યાર્થીઓ માટે બંદર અને વાહન વ્યવહાર વિભાગ હેઠળના ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવ્હાર નિગમ દ્વારા નવી સુવિધા ઉપલબ્ધ કરાવી છે. એસ.ટી નિગમ દ્વારા રાહત દરે મુસાફરો અને વિદ્યાર્થીઓ માટે બસ પાસની સુવિધા આપવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થી રાહત દર પાસ યોજનાનો સમાવેશ થાય છે.
તમામ મુસાફરો અને વિદ્યાર્થીઓને હવે એસ.ટી ડેપો સુધી ધક્કા ખાવાની જરૂર નથી. કારણે કે, હવે બસ પાસ પણ મળશે ઓનલાઈન. અગાઉ આપણે Driving Licence Application Status, Gujarat Driving Licence PDF, MParivahan App Online વિષે વિગતવાર માહિતી મેળવી. શું છે GSRTC Online concession bus pass? તો ચાલો જાણીએ કેવી રીતે બસ પાસ ઓનલાઈન મળશે.
આધુનિક યુગ ડીજીટલ યુગ છે. આંગળીના ટેરવે દરેક સુવિધા મળવા લાગી છે. ત્યારે આપણા યશસ્વી પ્રધાનમંત્રીએ પણ ડીજીટલ ભારતનું સ્વપન સેવ્યું છે. આ સપનું દરેક ભારતીયનું છે. દરેક સુવિધા આપણે હવે ઘરે બેઠા મેળવી શકીએ, તે માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ કન્શેશન બસ પાસ ઓનલાઈન આપવાની શરૂઆત કરી દીધી છે.
Highlight of GSRTC Online Concession Bus Pass
| યોજનાનું નામ | GSRTC Online Concession Bus Pass |
| વિભાગનું નામ | બંદર અને વાહનવ્યવહાર વિભાગ |
| પેટા વિભાગ/કચેરી નું નામ | ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ |
| આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| લાભાર્થીની પાત્રતા | વિદ્યાર્થી/ મુસાફર તમામ |
| યોજના હેઠળ મળવાપાત્ર સહાય | કન્શેશન બસ પાસ |
| કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે? | લાગુ પડતુ નથી. |
| અરજી પ્રક્રિયા | online |
| Official Website | https://pass.gsrtc.in |
Highlight
કોને મળવાપાત્ર છે?
રાહત દર પાસ યોજના હેઠળ શાળ/કોલેજ/આઈ.ટી.આઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ નિયમિત મુસાફરી કરતા તમામ લાભાર્થીઓને આ લાભ મળે છે.
ઓનલાઈન કન્શેશન બસ પાસ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- https://pass.gsrtc.in લિંક ઉપર ક્લિક કરો.
- NEW PASS REQUEST ઉપર ક્લિક કરો.
- વિગતો ચકાસો પુરાવા સાથે રાખો.
- ફોર્મમાં માંગ્યા મુજબની વિગતો ભરો.
- વિગતો યોગ્ય રીતે ચકાસી લો.
- પેમેન્ટ માટેનો વિકલ્પ પસંદ કરો. ( ઓનલાઈન અથવા રોકડ પસંદ કરો.) (ઓનલાઈન ચુકવણી પણ કરી શકો છો.
- રોકડ માટે સંબંધિત એસ.ટી ડેપોનો સંપર્ક કરવો પડશે. (એપ્લીકેશનની નકલ સાથે રાખવી)
- તમામ પ્રકિયા પૂર્ણ થઈ ગયેલ છે. સબમીટ આપો.
- આપની અરજી સફળતા મુજબ થઈ ગયેલ છે.
FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો
૧. ઓનલાઈન કન્શેશન બસ પાસ ની સેવા ક્યારથી શરૂ થયેલ છે.
જવાબ: ઓનલાઈન ક્ન્શેશન બસ પાસની સેવા 12 જૂન 2023 થી શરૂ થયેલ છે.
૨. GSRTC Online concession bus pass સામાન્ય મુસાફર કઢાવી શકે છે?
જવાબ: હા, ઉપર દર્શાવ્યા મુજબના સ્ટેપ ફોલો કરો અને ફોર્મ ભરો.
૩. ઓનલાઈન કન્શેશન બસ પાસ નું ફોર્મ ભર્યા બાદ ફોર્મ ની સ્થિતિ જાણી શકાય છે?
જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplicationTrackingStatus.aspx લિંક ઉપર ક્લિક કરો.
૪. ઓનલાઈન કન્શેશન બસ પાસ ગુજરાત હેઠળ વિદ્યાર્થીઓ ની અરજીની સ્થિતિ ની જાણી શકાય છે?
જવાબ: હા, ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરો. તેમાં STUDENT ઓપ્શનને પસંદ કરો.
૫. ઓનલાઈન કન્શેશન બસ પાસ માં અમારો જુનો બસ પાસ રિન્યુ થઈ શકે છે?
જવાબ: હા, https://pass.gsrtc.in/ESCPS/frmStudentApplication.aspx લિંક ઉપર ક્લિક કરો.