યૂક્રેનમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, વિદેશ મંત્રાલયે Tweet કરી માહિતી આપી

યુક્રેનમાં રશિયન હુમલાઓને લઈને હવે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. આવા જ એક હવાઈ હુમલામાં ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. આ માહિતી વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ આપી છે. રશિયન હુમલામાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થીનું નામ નવીન છે. તે કર્ણાટકનો રહેવાસી હતો.

યૂક્રેન પર રશિયાના હુમલા દરમ્યાન એક ભારતીય નાગરિકનું પણ મોત થયું છે. યૂક્રેન યુદ્ધમાં પહેલાં ભારતીય નાગરિકના મોતની પુષ્ટિ થઇ છે. યૂક્રેનમાં રશિયાની સેના રહેણાંક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન શેખરઅપ્પા નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે.

રશિયા યૂક્રેન યુદ્ધમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું. આખરે જેનો ડર હતો એ જ થયું. ભારત સરકાર ઓપરેશન ગંગા ચલાવીને યૂક્રેનથી ભારતીયોને નીકળવા માટે ઓપરેશન ચલાવી રહી છે. હજારોની સંખ્યામાં હજુ પણ ભારતીય યૂક્રેનમાં ફસાયેલા છે. આ બધાની વચ્ચે એક દુ:ખદ સમાચાર આવ્યા છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચી(Arindam Bagchi)એ ટ્વીટ કરીને યૂક્રેનના ખારકીવમાં આજે સવારે થયેલા હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીના મોતની પુષ્ટિ કરી. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે અમે ખૂબ જ દુ:ખની સાથે એ વાતની પુષ્ટિ કરી રહ્યા છે કે આજે સવારે ખારકીવમાં થયેલા બોમ્બબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થઇ ગયું. મંત્રાલય ભારતીય વિદ્યાર્થીના પરિવારના સંપર્કમાં છે. અમે પરિવાર સાથે ઉંડી સંવેદના વ્યકત કરીએ છીએ.

અરિંદમ બાગચી(Arindam Bagchi)એ વધુમાં જણાવ્યું છે કે ભારતીય વિદેશ સચિવ રશિયા અને યુક્રેનના રાજદૂતોના સંપર્કમાં છે. આમાં એવી માંગ કરવામાં આવી છે કે ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને બહાર જવા માટે સલામત માર્ગ આપવામાં આવે કારણ કે ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ ખાર્કિવ અને અન્ય શહેરોમાં અટવાયા છે.