ખેડાના રતનપુર નજીક સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા છે. ચારેય મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યુ છે. રતનપુર પાસેના નેશનલ હાઈવે નંબર 48 પર અમદાવાદ જતા વેસ્ટન હોટલ આગળ પાર્કિંગમાં ઉભેલી કન્ટેનર પાછળ મોટરસાયકલ ઘૂસી ગયું હતું.
આ અકસ્માતમાં મોટરસાયકલ પર સવાર 4 યુવાનો મોતને ભેટ્યા છે. ખેડા ટાઉન પોલીસ ઘટનાસ્થળે દોડી આવી આ યુવાનોના વાલીવારસોને શોધવા તજવીજ હાથ ધરી હતી. અકસ્માતમા મોટરસાયકલને પણ નુકસાન થયું હતું.
ખેડા બાયપાસ હાઇવે પર સોખડા પાટીયા વેસ્ટર્ન હોટલના પાર્કિંગમાં ઉભેલા કન્ટેનરમાં પૂરઝડપે આવતું એક બાઈક અચાનક અથડાઇ ગયું હતુ, જેમાં બાઈક પર સવાર ચારેય યુવકના મૃત્યુ થયા છે. ચારેય યુવકો અમદાવાદના અમરાઈવાડી અને સીટીએમ વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ઓવરસ્પીડના કારણે અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક અનુમાન છે.અકસ્માતની જાણ માતર પીએસઆઈ સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ઓવર સ્પીડ કારણે અકસ્માત થયો હોવાનું પોલીસનું પ્રાથમિક અનુમાન છે. આમ છતા અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતદેહોને માતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા છે.
ચારેય મૃતકો અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે
- જીતેશ નોગિયા (23 વર્ષ)
- હરીશ રાણા (19 વર્ષ)
- નરેશ વણઝારા (22 વર્ષ)
- સુંદરમ યાદવ (16વર્ષ)
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈