લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા સુરત માં 9માં “વોલકેનો ગ્રુપ” નું કર્યું લોન્ચિંગ

Localvocal business

સુરત માં ગત ગુરુવાર ના રોજ કતારગામ ખાતે લોકલ વોકલ બિઝનેસ દ્વારા સુરત માં 9 માં ગ્રુપ નું કર્યું લોન્ચિંગ યોજાયું હતું .લોકલ વોક્લ ગ્રુપ દ્વારા બિઝનેસ કરવા માટેની તાલીમ તેમજ જૂથમાં બિઝનેસ કરવા માટેની ઉત્તમ વ્યવસ્થા કરી આપે છે.અત્યાર સુધી ૭૫૦ થી પણ વધુ બિઝનેસમેન આ ગ્રુપમાં જોડાઇ ચુક્યા છે.

લોકલ વોક્લ બિઝનેસમાં બિઝનેસમેનો માટે ગત ગુરૂવારે નવું ગ્રુપ “વોલકેનો” નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.જેમાં સુરત અને અન્ય જિલ્લાઓના થઈ ૪૦૦ થી પણ વધુ બિઝનેસમેનો આ ઇવેન્ટ માં જોડ્યા હતા. આ ઇવેન્ટમાં બિઝનેસના ગ્રુપ માટે બિઝનેસ એક્સ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઘણા બધા વિઝિટરોએ સ્ટોલની મુલાકાત લીધી હતી.

આ ઇવેન્ટ માં સારેગામાં પા અને તારે જમીન પર ફેમ સૌરવજોય દેવ પોતાના સંગીત પર લોકો ઝુમી ઉઠ્યા હતા,

વધુ માં જણાવીએ તો લોકલ વોકલ બિઝનેસના ફાઉન્ડર આકાશ વઘાસિયાએ જણાવ્યું હતું કે કોઇપણ પ્રકાર ના બિઝનેસમેન આ સંસ્થામાં જોડાઇ પોતાના બિઝનેસનો ગ્રોથ કરી શકે છે. હાલ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ સુરત સિવાય આણંદ, નડિયાદ, વડોદરા તેમજ નાસિકમાં પણ કાર્યરત છે અને આવનારા સમયમાં દેશના દરેક શહેરમાં શરૂ કરવાની યોજના ઘડાઇ રહી છે.

માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં ૭૫૦ થી પણ વધુ બિઝનેસમેનો આ સંસ્થામાં જોડાઇ ચૂક્યા છે અને અનેક ગણો બિઝનેસ એકબીજાને આપી રહ્યા છે.કોઈપણ વ્યક્તિને પોતાનો બિઝનેસમાં આગળ વધવું હોય તે માટે આ પ્લેટફોર્મમાં જોડાયને બિઝનેસના દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન મેળવી શકે છે.લોકલ વોક્લ બિઝનેસ અંતર્ગત દરેક વય જૂથના ઉદ્યોગ સાહસિકો માટે ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp