આજે ૨૧ જૂન છે ત્યારે વર્ષના લાંબામાં લાંબા દિવસનો અનુભવ થશે. આ પછી ૨૨ જૂનથી સેકન્ડના તફાવતે દિવસ ટૂંકો અને રાત્રિ લાંબી થવા લાગશે.
સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ખગોળવિદોના મતે સૂર્ય ઉત્તર તરફ ખસતો જતાં ઉત્તર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત્રિ ટૂંકી થાય છે. જેના કારણે ૨૧ જૂને લાંબામાં લાંબો એટલે રાજકોટમાં દિવસ ૧૩ કલાક ૨૮ મિનિટ-રાત્રિ ૧૦ કલાક ૩૨ મિનિટ, અમદાવાદમાં દિવસ ૧૩ કલાક ૩૦ મિનિટ-રાત્રિ ૧૦ કલાક ૩૦ મિનિટ, સુરતમાં દિવસ ૧૩ કલાક ૨૨ મિનિટ-રાત્રિ ૧૦ કલાક ૩૮ મિનિટ, મુંબઇમાં દિવસ ૧૩ કલાક ૧૩ મિનિટ-રાત્રિ ૧૦ કલાક ૪૭ મિનિટના સમયગાળામાં રહેશે.
૨૨ જૂનથી ક્રમિક રીતે દિવસ સેકન્ડના તફાવત પ્રમાણે ક્રમશઃ ટૂંકો અને રાત્રિ લાંબી થતી જોવા મળશે. ૨૧ જૂન બાદ સૂર્ય દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણાયાન કહેવામાં આવે છે. દિવસ-રાતની લંબાઇ ચંદ્રની દિશા ગતિ અને સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ-સૂર્યને પરિભ્રમણ ગતિ જેવા પરિબળો આધારીત હોય છે, જે સતત બદલાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો