જબલપુર એરપોર્ટમાં રન વે પરથી વિમાન લપસી ગયું, મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા

મધ્ય પ્રદેશના જબલપુરમાં એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતાં માંડ માંડ રહી ગઈ. એર ઈંડિયાનું વિમાન રન વે પરથી ઉતરી ગયું હતું. આ વિમાનમાં લગભગ 35થી વધારે મુસાફરો બેઠેલા હતા. હાલમાં તમામ સુરક્ષિત છે. એર ઈંડિયાની ફ્લાઈટ મુસાફરોને લઈને દિલ્હીથી જબલપુર જઈ રહી હતી. જબલપુર પહોંચનારી ફ્લાઈટમાં સવાર મુસાફરો પર અચાનક જીવનું જોખમ આવી પડ્યું. હકીકતમાં વિમાન લેન્ડીંગ સમય રનવેથી લપસી ગયું હતું. દિલ્હીથી જબલપુર આવતી ફ્લાઈટ જેવી ડુમના એરપોર્ટ પર લેંડ થઈ તો આ દુર્ઘટના થઈ ગઈ. ફ્લાઈટ રન વેથી ઉતરી ગઈ અને એર સ્ટ્રિપના કિનારે જમીનમાં ફસાઈ ગઈ. આ કારણે વિમાનનો આગળનો ભાગ લેન્ડીંગ ફ્રન્ટ વ્હીલ તૂટી ગયું હતું.

 

વોટ્સએપ 1 : Whatsapp
 
વોટ્સએપ 2 : Whatsapp
 
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈