- મહેશ સવાણીનું AAP પાર્ટીમાંથી રાજીનામું
આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ત્રીજો સૌથી મોટો ઝટકો લાગ્યો છે. મહેશ સવાણીએ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી દેવાની સાથે હાલ પૂરતા રાજકિય સન્યાસની જાહેરાત કરી દીધી છે. વિજય સુંવાળા અને નીલમ વ્યાસના કેસરિયા બાદ ગુજરાત આમ આદમી પાર્ટીમાંને 3જુ સૌથી મોટું નુકસાન થયું છે. હજુ તો 4 મહિના પહેલા જ મહેશ સવાણીએ આપ પાર્ટીનો ખેસ ધારણ કર્યો હતો. તે હમણાં જ ઉપવાસ આંદોલન પર પણ બેઠા હતા
રાજીનામાં બાદ મહેશ સવાણીએ શું કહ્યું?
મહેશ સવાણીએ જણાવ્યું કે, મારી ગુજરાતની જનતાને વિનંતી છે, હું સેવાનો માણસ છું, રાજનીતિ અને રાજકારણમાં આપમાં 6-7 મહિનાથી હતી, મને લાગે છે કે સેવામાં, તબિયતમાં પ્રોબ્લેમ હતો. હું તમામ પ્રકારના રાજકારણમાંથી આપમાં નહીં રહીને પાર્ટીનું કામ ન કરતા. હું સેવાનું કામ કરીશ. સમાજ સેવામાં કામ કરવું જોઇએ તેથી સેવાનું કામ કરીશ. પાર્ટીમાં જોડાયા બાદ સેવાનું કામ કરી શકતો નહોતો. તબિયતનું પણ ધ્યાન રાખી શકતો ન હતો. મને લાગતું હતું કે રાજનીતિમાં જઇને સારુ કરું, પરંતુ જે કરતો હતો તેમાં પણ હવે 50 ટકા પણ સમય નથી આપી શકતો.
ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, ‘એ સમયની વાત છે’
મને એવું લાગે છે કે, મારી લિમીટમાં કામ કરું છું તે યોગ્ય લાગે છે, હું દોડાદોડી નથી કરી શકતો, હું સમય નથી આપી શકતો. હું હંમેશા સેવા સાથે જોડાઇશ. ભાજપ કે કોંગ્રેસ સેવા કરતા હશે, બધાને સાથે લઇને ચાલવું.શાસક પક્ષ ભાજપ છે, મને કોઇ હોદ્દા કે મંત્રી થવાનો મોહ નથી.સીએમના ચેહરા તરીકે તમે મને પ્રોજેક્ટ કર્યો છે, હું જાતે તો પ્રોજેક્ટ નથી થયો. હું સેવા માટે પણ ભગવાન પાસે જોડાવું પડે પણ તૈયાર છું.હું સેવાનો માણસ છું, રાજનીતિનો માણસ છું. ભાજપમાં જોડાવાને લઇને કહ્યું કે, એ સમયની વાત છે. તે સમયની વાત છે.
હું સેવા કરવા માગું છું અને મારા સેવાના કામમાં ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યું છે
હું જ્યારે જોડાયે ત્યારે ખુલ્લો પ્લોટ પસંદ કર્યો છે. હું આગળ નહીં ચાલી શકું, મારો બિઝનેસ અને તબિયત અને સેવાના કામમાં ડિસ્ટર્બ થાઉ છું. એટલે રાજીનામું આપું છું. રાજીખુશીથી રાજનામું આપું છું. મને કોઇ બીક, પ્રેશર કે દબાણ નથી, હું તેમાં રહી શકું તેવો માણસ જ નથી. હું જે કરી શકું તે કરવા ટેવાયેલો છું. મને એવું લાગ્યું કે પરિવારને સમય નથી આપી શક્યો, ડિસેમ્બરમાં લગ્ન બાદ પણ સમય નથી આપી શકતા. તેથી મે આ નિર્ણય લીધો છે.સેવાની મારી જ્યા પણ જરૂર હોય, તમામ પ્રોગ્રામ હોય છે, ભાજપ હંમેશા સપોર્ટિંગ ભૂમિકામાં રહ્યા છે. હાલના તબક્કે રાજનીતિમાં ન રહેતા લોકોની સેવામાં રહેવું, મારી કોઈ સાથે મિટિંગ નથી થઇ.ભાજપ કે કોંગ્રેસ કોઇ સાથે બેઠક નથી થઇ. તમામે મને સમજાવ્યા કે તમે રાજનીતિના માણસ નથી તમે ખોટી જગ્યાએ આવી ગયા છો.
ખરાબ વાતો કરવી તે મારા સ્વભાવમાં નથી
ગુજરાતમાં ત્રીજો મોરચો સફળ થયો કે નહીં તે જનતા જણાવી શકે. આમ આદમી પાર્ટી જે કરી રહી છે, ભાજપ પણ પલ્બિક પાસે ઓપ્શન કરતી આવે છે.હુમલો 100 લોકો હતા તેમાં કોના પર હુમલો થયો તે કેમ ખબર પડે. રાજનીતિમાં હુમલા કે ખરાબ બોલવું કે ખરાબ વાતો કરવી તે મારા સ્વભાવમાં નથી. ડિબેટમાં બોલવું પડે અને તે મને ગમતું પણ નથી. રિયલમાં હું જે સેવા કરું છું તે મારા માટે પૂરતી છે.મારા પર કોઈ કેસ થયો નથી.અત્યારે મને એવું લાગે છે કે સેવામાં ઓટ નથી થવા દેવી. કોઇ કોઇના વગર પાર્ટી ડિપેન્ડ હોતી નથી. રાજનીતિમાં થતું હોય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!