અમરેલી તાલુકાના મોટા-આંકડીયા ગામે સમસ્ત બાવીશી પરિવારના નૂતન મંદિર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ.

Bavishi parivar

અમરેલી તાલુકાના મોટા-આંકડીયા ગામે સમસ્ત બાવીશી પરિવારના નૂતન મંદિર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ.જેમની સમગ્ર કાર્યકમ ની આપને ઝલક બતાવીએ.આવો જાણીએ સમગ્ર વિગતો

ગુજરાતમાં ગૌરવ વધારનાર મોટા-આંકડીયા ગામના વતનના રત્ન સમા સિઘ્ધિ પ્રાપ્તકર્તા નાગરિકો તથા શહિદ પરિવારના સભ્યો નું સન્માાન.તા.08/04/2022 ના બપોરે મોટા-આંકડીયા ધુમાડા-બંધ મહાપ્રસાદ લેશે….

 

સમગ્ર ગામમાં ખુશી પ્રસરી છે કારણકે અમરેલી તાલુકાના મોટા-આંકડીયા ગામે નિર્માણ પામેલ સમસ્ત બાવીશી પરિવારના કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાના નૂતન-મંદિરનો ત્રિદિવસીય ભવ્ય થી દિવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ એપ્રિલની તારીખ 7,8,9/04/2022 ના રોજ યોજાવા જઈ રહ્યો છે જે મહોત્સવ ને સંપૂર્ણ સફળતા પૃર્વક પૂર્ણ કરવા માટે સમસ્ત મોટા-આંકડીયા બાવીશી પરિવાર તડામાર તૈયારી કરી રહયો છે.

 

સમસ્ત બાવીશી પરિવારના કુળદેવી ખોડિયાર માતાજીના ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ અવિસ્મારણીય પ્રસંગો,હેમાદ્રી,જલયાત્રા,શોભાયાત્રા,સંતોના સામૈયા, ધર્મસભા,મંડપપ્રવેશ,રકતદાન શિબિર,કૃષિ-પ્રદર્શન,સમસ્ત મોટા-આંકડીયા ગામ ધુમાડાબંધ,નામાંકિત કલાકારો થી ભવ્ય લોકડાયરા નું આયોજન,મા-બાપને ભુલશો નહી નામનું નાટક,ગામના સિદ્ધિઓ પ્રાપ્ત કરનારા ઔદ્યોગિક રત્નો નું સન્માન,સરહદ પર શહિદ થયેલા પરિવારના સભ્યો નું સન્માન,માતાજીની મૂર્તિ નું નિજ-મંદિરમાં સ્થાાપન-પુજન અને પ્રતિષ્ઠા એવમ વિવિધ અવિસ્મરિણીય કાર્યક્રમો તથા પ્રસંગોથી ભરપુર બાવીશી પરિવારના કુળદેવી આઈશ્રી ખોડિયાર માતાજીના નૂતન-મંદિર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સ‍વને લઈને સમગ્ર પંથક તથા મોટા-આંકડીયા ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

 

સમગ્ર ત્રિદિવસીય પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા સમસ્ત‍ બાવીશી પરિવાર અને મોટા-આંકડીયા ગામ તડામાર તૈયારી કરીને ધાર્મિક કાર્યક્રમને આખરીઓપ આપી રહયાં છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp