રાજકોટ:-
આજે અગિયારસના દિવસે ઠેર ઠેર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. એમાંય ખાસ રાજકોટના પાળ ગામે તુલસી વિવાહે આકર્ષણ જમાવ્યું છે, કારણ કે પાળ ગામનાં ગ્રામજનો સાથે ઠાકોરજીની જાન હેલિકોપ્ટરમાં સવાર થઈને પાળ ગામથી 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે તુલસી માતા સાથે લગ્ન માટે પહોંચી હતી. આ સમગ્ર ઘટના ડ્રોન કેમેરામાં કેદ થઈ હતી, જેનાં દર્શન કરી ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
વાજતેગાજતે ભગવાનનો વરઘોડો નીકળ્યો હતો.
શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે બિરાજેલા ઠાકોરજીની આજે કારતક સુદ એકાદશી (દેવઊઠી એકાદશી) પર્વ નિમિતે નિત્યક્રમ મુજબ સવારે 6.45 કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભગવાનને પંચામૃત અભિષેક સ્નાન થઈ વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા. જે બાદ ઠાકોરજીને દુલ્હેરાજાની જેમ તૈયાર કરવામાં આવ્યા હતા અને શહેરના કાલાવડ રોડ ખાતે આવેલ હરીપર પાળ ગામે યજમાન પરિવારના ઘરેથી વાજતે ગાજતે ભગવાનનો વરઘોડો નિકળ્યો હતો. મંદિરના પૂજારીદ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ પ્રસંગ ઉજવાયો હતો. ભગવાન શાલિગ્રામ હેલીકોપ્ટરમાં બિરાજી જાન લઇ તુલસીજી સાથે લગ્ન કરવા માટે 15 કિલોમીટર દૂર લાપાસરી ગામ ખાતે પહોચીયા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ ના ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ઠાકોરજીના દર્શનકરી ધન્યતા અનુભવી હતી.
વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ પથ્થરના શાલિગ્રામ બન્યા હતા
ઉલ્લેખનીય છે કે આજે દેવઉઠી એકદાશી છે. આજના દિવસે વર્ષો થી તુલસી વિવાહ કરાવવાની પરંપરા છે. ભગવાન શાલિગ્રામ સાથે તુલસીજીના લગ્ન થાય છે. તેની પાછળ એક પૌરાણિક કથા છે, જેમાં જાલંધરને હરાવવા માટે ભગવાન વિષ્ણુએ વૃંદા નામની પોતાની ભક્ત સાથે છળ કર્યું હતું. ત્યાર પછી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપીને પથ્થર બનાવી દીધા હતાં, પરંતુ લક્ષ્મી માતાની વિનંતી પછી તેમને ફરી મૂળ સ્વરૂપમાં લાવીને પોતે સતી થઇ ગઇ. તેમની રાખથી જ તુલસીના છોડનો જન્મ થયો અને તેની સાથે શાલિગ્રામના લગ્નની પ્રથા શરૂ થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!