ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં બે દિવસના પ્રવાસે છે. ત્યારે આજે તેમનો રાજ્યમાં બીજો દિવસ છે. તેઓ સવારે દહેગામના લવાડ ગામેથી રક્ષાશક્તિ યુનિવર્સિટી રોડ-શો કરવાના છે.
આજે વડાપ્રધાન રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીને રાષ્ટ્રને સમર્પિત કરવાના છે. આ પહેલા ગઈકાલે તેમણે અમદાવાદમાં રોડ શો કર્યો હતો, ત્યારબાદ પંચાયત મહાસંમેલનમાં રાજ્યના પ્રતિનિધિઓને સંબોધિત કર્યા હતા. PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, ભારતીય જનતા પાર્ટી 4 રાજ્યોમાં સત્તા જાળવી રાખવામાં સફળ રહી કારણ કે લોકોએ વિકાસ માટે મત આપ્યો. વળી UP ફતેહ કર્યા બાદ ગુજરાતની મુલાકાતે આવેલા PM મોદી બે વર્ષ બાદ માતા હીરાબેનને મળ્યા છે. અગાઉ ઓક્ટોબર 2019માં તે તેમની માતાને મળ્યા હતા. પરંતુ ત્યારપછી વડા પ્રધાન પોતાના કાર્યક્રમોમાં વ્યસ્ત થઈ ગયા અને પોતાની માતાને મળી શક્યા નહીં. આવી સ્થિતિમાં તેઓ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા ત્યારે તેમણે માતા હીરાબેનને મળવા માટે પણ સમય કાઢ્યો હતો.
प्रधानमंत्री नरेंद्र मोदी आज सुबह 11 बजे गुजरात में राष्ट्रीय रक्षा विश्वविद्यालय (आरआरयू) की इमारत का उद्घाटन करेंगे और आरआरयू के पहले दीक्षांत समारोह में संबोधन देंगे। शाम 6.30 बजे प्रधानमंत्री खेल महाकुंभ का उद्घाटन करेंगे और इस अवसर पर संबोधन देंगे।
(फाइल तस्वीर) pic.twitter.com/nKCALIoFTX — ANI_HindiNews (@AHindinews) March 12, 2022
આજે સવારે દહેગામમાં PMનો રોડ શો થવાનો છે, જેને લઈને ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દહેગામ શહેરમાં PM પ્રવેશતાની સાથે જ રોડ શો શરૂ થઇ જશે. રોડ શોને લઈને પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. CRPF સહિત પોલીસ અધિકારીઓ દ્વારા રૂટ પર લોખંડી વ્યવસ્થા ગોઠવાઈ છે. NSG કમાન્ડોનો કાફલો દહેગામ થઈને રક્ષાશક્તિ યુનિવર્સિટી જવા રવાના થયો છે.
PM મોદીનું આજનું શેડ્યૂલ
- વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 10 કલાકે દહેગામ જવા રવાના થશે.
- સવારે 11 કલાકે તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે આગમન થયા બાદ તેમનું સ્વાગત કરવામાં આવશે.
- તે બાદ સવારે 11.15 કલાકે રક્ષા શક્તિ યુનિવર્સિટીના નવા કેમ્પસનો ઉદ્ઘાટન સમારોહ યોજાશ.
- બપોરે 1 કલાકે તેઓ રાજભવન પરત ફરશે.
- સાંજે 6 કલાકે અમદાવાદના નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલ મહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.
- ત્યારબાદ રાત્રે 8 કલાકે તેઓ સ્ટેડિયમથી એરપોર્ટ તરફ પ્રસ્થાન કરશે.
- 8.30 કલાકે અમદાવાદથી નવી દિલ્હી માટે વિશેષ ફ્લાઇટ દ્વારા તેઓ પ્રસ્થાન કરશે.
ક્યાં ક્યાં સ્વાગત થશે
રોડ શો દરમિયાન ગાંધીનગર સેક્ટર 30 સર્કલ પર PM મોદીનું સ્વાગત કરાશે. ગાંધીનગરથી ચીલોડા સર્કલ સુધી PM ના સ્વાગતનો કાર્યક્રમ રખાયો છે. દહેગામમાં પીએમ મોદીના સ્વાગત બાદ ભવ્ય રોડ શો થશે. આ રોડ શો બાદ પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચશે. તેઓ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી કેમ્પસના ઉદ્ધાટનમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી પ્રથમ પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. જેમાં તેઓ સંબોધન પણ કરશે. પદવીદાન કાર્યક્રમ બાદ સાંજ સુધી તેઓ રાજભવનમાં રોકાશે અને સાંજે ખેલ મહાકુંભની શરૂઆત કરાવશે. ખેલ મહાકુંભની શરૂઆત સાથે પીએમ મોદી સ્પોર્ટ્સ પોલિસી 2022ની જાહેરાત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે, PM મોદીએ ગુજરાતમાં રોડ શો કર્યો હતો, જેમાં મોદી ફૂલોના માળાથી શણગારેલી કારમાં ભગવા રંગની ટોપી પહેરેલા જોવા મળ્યા હતા. રોડ શો દરમિયાન મોદીએ હાથ જોડીને રસ્તાની બંને બાજુએ ભેગા થયેલા સેંકડો સમર્થકો અને ચાહકોનું અભિવાદન કર્યું હતું. એરપોર્ટથી શરૂ થયેલો રોડ શો 10 કિમી દૂર ગાંધીનગરમાં ભાજપના રાજ્ય મુખ્યાલય ‘કમલમ’ ખાતે સમાપ્ત થયો હતો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોવોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈