વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ (PM Modi twitter account) હેક થયા બાદ સોશિયલ મીડિયા કેટલુ સુરક્ષિત તે અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યુ છે. સૌ કોઇ એ વાત કરી રહ્યુ છે કે જો ભારતાના PMનું ટ્વિટર એકાઉન્ટ હેક થઇ શકતુ હોય તો બીજા કોઇ સામાન્ય માણસની શું હાલત થાય? હવે મામલાની ગંભીરતા જોતા ખુદ ટ્વિટરે નિવેદન જાહેર કર્યું છે. ટ્વિટરે કહ્યું છે કે જેવો રિપોર્ટ મળ્યો કે PMનું ટ્વિટર એકાઉન્ટ હેક થયુ છે તાત્કાલીક રીતે હેકરની શોધ શરૂ કરવામાં આવી છે.
PM Modi Twitter Account Hacked PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર હેન્ડલ હેક કર્યા બાદ બિટકોઈન સંબંધિત ટ્વિટ કરવામાં આવી હતી જેને થોડી જ મિનિટોમાં ડિલીટ કરી દેવામાં આવી હતી. વડા પ્રધાન કાર્યાલય દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી અને તે દરમિયાન કરવામાં આવેલા ટ્વિટને અવગણવાનું કહેવામાં આવ્યું હતું.
PM નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટને હેક કર્યા બાદ હેકર્સે બિટકોઈનને લગતી ટ્વિટ પણ કરી હતી. જો કે, તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને હવે ખાતું સુરક્ષિત છે, આ માહિતી રવિવારે સવારે વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી હતી. સાથે જ પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું કે તે સમયે કરાયેલી ટ્વીટને અવગણો. વડાપ્રધાન મોદીનું અંગત ટ્વિટર હેન્ડલ કેટલો સમય હેકર્સના હાથમાં રહ્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.
PM નરેન્દ્ર મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક થયા બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. એકાઉન્ટ કોણે હેક કર્યું તે મોટો સવાલ છે. આ કેસની તપાસ માટે અત્યાધુનીક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ હેતુ માટે CERT-IN તૈનાત કરવામાં આવ્યું છે અને તે હેકિંગના સ્ત્રોતને શોધી કાઢવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારે આ હેકિંગ પાછળ કોનો હાથ છે તે જાણવાનું શરૂ કરી દીધું છે. આ માટે સરકારે ભારતીય કોમ્પ્યુટર ઈમરજન્સીની રિસ્પોન્સ ટીમની મદદ લીધી છે. ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ એટલે કે CERT-IN ટીમ તૈનાત કરવામાં આવી છે.
“The Twitter handle of PM Narendra Modi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured. In the brief period that the account was compromised, any Tweet shared must be ignored,” tweets PMO pic.twitter.com/t4jEIvo0UW
— ANI (@ANI) December 11, 2021
ટ્વિટર ઈન્ડિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમારી અત્યાર સુધીની તપાસમાંથી એવું જાણવા મળ્યું છે કે આ સમય સુધી અન્ય કોઈ એકાઉન્ટ પર અસર થવાના કોઈ સંકેત નથી. ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે અમારી પાસે વડાપ્રધાન કાર્યાલય સાથે વાતચીત માટે 24 કલાક લાઇન ખુલી હોય છે. આ હેકિંગ એક્ટિવિટી વિશે અમને જાણ થતાં જ અમારી ટીમે તાત્કાલિક અસરગ્રસ્ત એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે જરૂરી પગલાં લીધાં. કોઇ વધારે મુશ્કેલી ઉભી ન કરી શકે તે માટે તાત્કાલીક પગલા લેવાયા.
હેકિંગ કોણે કર્યુ તે જાણવા મથતી CERT-IN એ કેન્દ્ર સરકારની એજન્સી છે જે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય હેઠળ કામ કરે છે. તેનું કામ ભારત સરકાર કરે છે. હેકિંગ અને ફિશિંગ જેવા સાયબર ખતરાઓ સામે લડવાનુ કામ કરે છે. આ એજન્સી ભારતીય ઈન્ટરનેટ ડોમેનની સુરક્ષા સંબંધિત કામ પણ જુએ છે.
The Twitter handle of PM @narendramodi was very briefly compromised. The matter was escalated to Twitter and the account has been immediately secured. In the brief period that the account was compromised, any Tweet shared must be ignored.
— PMO India (@PMOIndia) December 11, 2021
રાત્રે 2.11 વાગ્યે એકાઉન્ટ હેક થયું
PM નરેન્દ્ર મોદીનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ @narendramodi ગઈકાલે મોડી રાત્રે હેક કરવામાં આવ્યું હતું. હેક કરેલા અકાઉન્ટ પરથી રાત્રે 2:11 વાગ્યે એક ટ્વિટ કરવામાં આવ્યું હતું જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘ભારતે બિટકોઈનને સત્તાવાર રીતે કાનૂની માન્યતા આપી છે અને સરકાર 500 બિટકોઈન ખરીદીને લોકોમાં તેનું વિતરણ પણ કરી રહી છે. બે મિનિટ બાદ આ ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવી હતી અને ત્યારપછી 2.14 કલાકે બીજી આવી જ ટ્વિટ કરવામાં આવી હતી. થોડા સમય પછી તે ટ્વીટ પણ ડિલીટ કરી દેવામાં આવ્યું, પરંતુ ત્યાં સુધીમાં સ્ક્રીનશોટ વાયરલ થઈ ગયા હતા. લગભગ એક કલાક બાદ બપોરે 3:18 કલાકે PMOએ ટ્વીટ કરીને જણાવ્યું કે PM નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ સાથે છેડછાડ કરવામાં આવી હતી, જેને હવે સુધારી લેવામાં આવી છે અને ટ્વિટરને આ મામલાની માહિતી આપી છે. પીએમઓએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન જે પણ ટ્વીટ થયા છે તેને નજરઅંદાજ કરવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!