રેલવે તંત્રનાં નિર્ણયથી હજારો મુસાફરોને હાલાકી જામનગર ઈન્ટરસિટી અને રાજકોટ – રિવા રદ, સોમનાથ એકસપ્રૈસ સહિત 8 ટ્રેન રૂટ ટુંકાવાયા
સૌરાષ્ટ્ર તરફ રેલવેમાં મુસાફરી કરતા લોકોને એક અઠવાડિયા સુધી હાલાકી વેઠવાનો વારો આવશે કારણ કે સૌરાષ્ટ્ર તરફ જતી મહત્વની ચાર ટ્રેનો કેન્સલ કરવામાં આવી છે. રાજકોટ- સુરેન્દ્રનગરના ડબલ ટ્રેકના કામને કારણે ચાર ટ્રેન હાલ પુરતી રદ કરવામાં આવી છે. મહત્વનું છે કે રાજકોટ – સુરેન્દ્રનગર સેકશનમાં ખોરાણા રેલવે સ્ટેશન નજીક ડબલ ટ્રેકનાં કારણે ઈલેકટ્રોનિકસ ઈન્ટરલોકિંગની કામગીરી ચાલી રહી છે. જેના લીધે 28 જૂનથી તા. 5 જુલાઈ સુધી સૌરાષ્ટ્રનાં રેલવે વ્યવહારને અસર થશે.
સૌરાષ્ટ્રની 4 ટ્રેનો રદ થવાને કારણે રેલ વ્યવહારને થશે અસર
રાજકોટ ડિવિઝન હેઠળની ચાર ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ કરવામાં આવી છે જયારે સોમનાથ એક્સપ્રેસ સહિત 8 ટ્રેનોના રૂટ ટૂંકાવાયા છે. જો કે અચાનક લેવાયેલા આ નિર્ણયને પગલે જે લોકોએ એડવાન્સ બુકિંગ કર્યુ હશે તેવા અનેક મુસાફરોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે. કઇ ટ્રેન રદ કરવામાં આવી છે તે વિશે વાત કરતા રાજકોટ રેલવેએ જણાવ્યું હતું કે જામનગર – વડોદરા ઈન્ટરસિટી તા. 28 જુનથી તા. 4 જુલાઈ સુધી અને રાજકોટ – રીવા એકસપ્રેસ તા. 4 નાં રોજ રદ કરવામાં આવી છે બંને તરફથી આ ટ્રેન રદ કરાઈ છે.
આ ટ્રેનોના રૂટ ટૂંકાવાયા
આંશિક રીતે રદ કરવામાં આવેલી ટ્રેનમાં ઓખા – ભાવનગર, સોમનાથ – અમદાવાદ ઈન્ટરસિટી એકસપ્રૈસ , હાપા – મુંબઈ દુરન્તો એકસપ્રેસ, જામનગર – બાંદ્રા હમસફર એકસપ્રેસ બંને તરફની મળી આઠ ટ્રેન આંશિક રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓખા – વારાણસી તા. 30 મીએ રિશેડયુલ કરવામાં આવી છે. ત્રણ ટ્રેન મોડી પડશે તેમાં રિવા – રાજકોટ, તુતીકોરીન – ઓખા વિવેક એકસપ્રેસ, હાપા – મડગાંવ અને ઓખા – પુરી અને ગોરખપુર – ઓખા, જામનગર – તિરૂનવેલી એકસપ્રેસ 20થી 40 મિનિટ મોડી પડશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો