ગુજરાતમાં ઉનાળાના પ્રારંભ સાથે જ ગરમીના પ્રભુત્વમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. આજે રાજ્યના ૧૧ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૩૮ ડિગ્રીને પાર થયો હતો. જેમાં ૪૦.૨ ડિગ્રી સાથે ભૂજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી જ્યારે રાજકોટમાં ૪૦ ડિગ્રીએ પારો રહ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી ૪-૫ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો થઇ શકે છે. પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છમાં આગામી ૩ દિવસ દરમિયાન હીટ વેવની સ્થિતિને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આજે અમદાવાદમાં ૩૮.૮ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૩ ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં આવતીકાલથી ૩ દિવસ તાપમાન ૪૦ ડિગ્રીથી વધે તેવું હવામાન વિભાગ દ્વારા અનુમાન કરાયું છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં ૧૪ માર્ચે ૪૦, ૧૫-૧૬ માર્ચે ૪૧ અને ૧૭ માર્ચે ૪૨ ડિગ્રી તાપમાન નોંધાઇ શકે છે. રાજ્યમાંથી અન્યત્ર આજે દિવસ દરમિયાન દમણમાં ૩૭.૪, ગાંધીનગર-ભાવનગરમાં ૩૮, પોરબંદર-વડોદરામાં ૩૮.૪, સાસણ ગીરમાં ૩૮.૫, કંડલામાં ૩૮.૮, સુરતમાં ૩૯, ડીસામાં ૩૯.૨ ડિગ્રીએ મહત્તમ તાપમાનનો પારો નોંધાયો હતો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈