અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે જ આકાશમાંથી અગનવર્ષા વરસવાનું જાણે શરૃ થઇ ગયું છે. આજે અમદાવાદ ૪૧.૫ ડિગ્રી સાથે રાજ્યનું ‘હોટેસ્ટ’ સિટી બની રહ્યું હતું. અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં માર્ચમાં નોંધાયેલું આ બીજું સૌથી વધુ તાપમાન છે. અમદાવાદ ઉપરાંત ૯ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર થયો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં હજુ ૩ દિવસ કાળઝાળ ગરમીનું પ્રભુત્વ રહી શકે છે.
ગુજરાતમાં ક્યાં વધારે ગરમી? | |
શહેર | ગરમી |
અમદાવાદ | 41.5 |
ગાંધીનગર | 41 |
રાજકોટ | 41 |
અમરેલી | 41 |
જુનાગઢ | 41 |
ડીસા | 40.8 |
પાટણ | 40.8 |
ભૂજ | 40.6 |
કંડલા | 40 |
વડોદરા | 39.8 |
સુરત | 39.4 |
ભાવનગર | 39.4 |
પોરબંદર | 39 |
નલિયા | 36.6 |
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે કચ્છમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે. બીજી તરફ આવતીકાલથી અમદાવાદ, ગાંધીનગર, ખેડા, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, જુનાગઢમાં યલો એલર્ટ રહેશે. અમદાવાદમાં ૪૧.૫ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસમાં સરેરાશ મહત્તમ તાપમાનમાં ૬ ડિગ્રીથી વધુનો વધારો થયો છે.
અમદાવાદમાં છેલ્લા ૧૦ વર્ષમાં માર્ચમાં સૌથી વધુ ગરમી
વર્ષ | ગરમી |
૨૮ માર્ચ ૨૦૧૭ | 42.8 |
૨૯ માર્ચ ૨૦૨૧ | 41.7 |
૧૫ માર્ચ ૨૦૨૨ | 41.5 |
૨૫ માર્ચ ૨૦૧૬ | 41.5 |
૨૬ માર્ચ ૨૦૧૫ | 41.5 |
૧૦ માર્ચે અમદાવાદમાં ૩૬.૪ ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.આગામી ૩ દિવસમાં અમદાવાદમાં તાપમાન ૪૨ ડિગ્રીથી વધી શકે છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ૧૯ માર્ચ સુધી કાળઝાળ ગરમી પડશે અને તાપમાન ૪૨ની આસપાસ રહેશે. આગામી ૨૦-૨૧ માર્ચ દરમિયાન ગરમીમાં સાધારણ ઘટાડો અનુભવાઇ શકે છે.
૨૮ માર્ચથી બોર્ડની પરીક્ષા છે ત્યારે રાહતની વાત એ છે કે તાપમાન ૪૦થી નીચે રહે તેની સંભાવના છે. રાજ્યમાંથી આજે જ્યાં ૪૦ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું તેમાં ગાંધીનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ડીસા, પાટણ, ભૂજ, કંડલાનો સમાવેશ થાય છે. ગાંધીનગરમાં માર્ચ મહિનામાં તાપમાન ૪૧ ડિગ્રીને પાર થયું હોય તેવું છેલ્લા ૧૦ વર્ષમાં ૭મી વખત બન્યું છે. ગત વર્ષે ૨૯ માર્ચના ૪૧.૭ ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. રાજકોટમાં ૪૧ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૬ ડિગ્રીનો વધારો થયો છે. રાજકોટમાં ગત વર્ષે ૨૯ માર્ચે ૪૨ ડિગ્રી સાથે માર્ચ મહિનાની સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આ ઉપરાંત અમરેલી, જુનાગઢમાં પણ તાપમાન ૪૧ ડિગ્રીને પાર થયું હતું.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈