આજકાલ ડીઝલ અને પેટ્રોલ આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ બની ગયુ છે. જેવી રીતે ધીરે-ધીરે રસ્તા પર કારની સંખ્યા વધી રહી છે, એ જ રીતે ડીઝલ પેટ્રોલનો વપરાશ પણ વધવા લાગ્યો છે. આ સાથે તેની કિંમતો પણ આસમાને જતી રહી છે.
જેમ માર્કેટમાં થોડો પેટ્રોલનો ભાવ (The price of petrol) ઘટવા લાગે છે તેવી જ રીતે લોકો તાત્કાલિક પોતાના કારની ટાંકીઓ ફૂલ કરાવે છે. પરંતુ આ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel) પણ એક સમય બાદ એક્સપાયર થાય છે. કેટલાંક લોકો એવા હોય છે, જેને કારનુ કામ ઓછુ હોય છે અને આ કારણથી તેમની કાર ઘરમાં ઉભી રહે છે. તો બીજી તરફ કેટલાંક લોકો ઓછી કિંમત હોવા છતાં પોતાની ટાંકીઓને ફૂલ કરાવી નાખે છે. પરંતુ તેમાં ડીઝલ પેટ્રોલ આ રીતે જ ભરાયેલુ રહે છે. જો કે, ઘણા મહિના બાદ જો તમે આ કારને ચલાવો છો તો તમારી કાર પર તેનો શું પ્રભાવ પડે છે, એ જ અમે તમને જણાવવાના છીએ.
પેટ્રોલ-ડીઝલ કેવીરીતે ખરાબ થાય છે ?
મોટાભાગના લોકોને ખબર હોતી નથી કે કારમાં ભરાયેલુ પેટ્રોલ ખરાબ પણ થાય છે. તેથી કેટલાંક લોકો આ સમાચાર સાંભળતા જ હેરાન રહી જશો. મોટાભાગના લોકો એવુ જાણે છે કે પેટ્રોલ ડીઝલ જેવી ચીજ વસ્તુઓ ક્યારેય પણ ખરાબ થતી નથી. પરંતુ આવુ હોતુ નથી. દરેક વસ્તુનુ આયુષ્ય હોય છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલ ક્રૂડ ઑઈલથી પણ જલ્દી ખરાબ થઇ જાય છે.
શેલ્ફ લાઈફ ઘટી જાય છે :
જેનુ કારણ એવુ છે કે ક્રૂડ ઑઈલને રિફાઈન કરતી સમયે તેમાં અનેક પ્રકારના કેમિકલ મિલાવી દેવામાં આવે છે. આ સાથે તેની અંદર ઈથેનોલ સુધી સામેલ કરી દેવામાં આવે છે. આ કેમિકલ પેટ્રોલ અને ડીઝલની શેલ્ફ લાઈફને ઘટાડી દે છે. ત્યારબાદ જ્યારે કાર આ રીતે ઉભી રહે છે અને તેમાં પેટ્રોલ આ રીતે પડયું રહે છે . ત્યારે તાપમાનની સાથે વરાળમાં પરિવર્તિત થાય છે. ત્યારબાદ આ પેટ્રોલ અને ડીઝલને સડાવી દે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો