જમ્મુ -કાશ્મીરના પૂંછ વિસ્તારમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં જેસીઓ સહિત પાંચ શહીદ થયા છે.
જમ્મુ અને કાશ્મીરના સૂરનકોટ, પૂંછમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન આજે જેસીઓ સહિત પાંચ જવાનો શહીદ થયા હતા. આ વિસ્તારમાં ત્રણ આતંકીઓ છુપાયા હોવાના સમાચાર હતા. તે પછી આ એન્કાઉન્ટર શરૂ થયું. એન્કાઉન્ટર હજુ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પહેલા સોમવારે જમ્મુ -કાશ્મીરના અનંતનાગ અને બાંદીપોરા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને એક પોલીસકર્મી ઘાયલ થયો હતો.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના વેરીનાગ વિસ્તારમાં ખગુંડ ખાતે કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. ઓપરેશન એન્કાઉન્ટરમાં ફેરવાયું કારણ કે આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. ફોર્સે ફાયરિંગનો જડબાતોડ જવાબ પણ આપ્યો હતો.
A junior commissioned officer (JCO) & four soldiers killed in action during a counter-terrorist operation in the Rajouri sector in the Pir Panjal ranges: Sources
— ANI (@ANI) October 11, 2021
સેના સાથે સંકળાયેલા અધિકારીઓના કહેવા પ્રમાણે આ આતંકવાદીઓ એલઓસી પાર કરીને ચમરેરના જંગલો સુધી પહોંચી ગયા હતા. તેઓ જંગલમાંથી બહાર ન નીકળી શકે તે માટે સમગ્ર વિસ્તારને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યો હતો. જંગલમાં 3થી 4 આતંકવાદીઓ સંતાયા હોવાની આશંકા છે.
આજે સવારથી જ આતંકવાદીઓ વિરૂદ્ધ સેનાનું ઓપરેશન ચાલુ છે. સુરક્ષા દળોએ સવારના સમયે અનંતનાગ અને બાંદીપોરા ખાતે 1-1 આતંકવાદીને ઢેર કરી દીધા હતા.
તેમણે કહ્યું કે એન્કાઉન્ટરમાં એક આતંકવાદી માર્યો ગયો, જ્યારે એક પોલીસકર્મી ઘાયલ થયો. અભિયાન હજુ ચાલુ છે. તેમણે કહ્યું કે, બીજો મુકાબલો બાંદીપોરા જિલ્લાના હાજીન વિસ્તારમાં ગુંડજહાંગીર ખાતે થયો હતો, જ્યાં લશ્કર-એ-તૈયબાનો એક આતંકવાદી માર્યો ગયો હતો. કાશ્મીરના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વીટ કર્યું હતું કે, માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (ટીઆરએફ) ના ઈમ્તિયાઝ અહમદ ડાર તરીકે થઈ છે. તે તાજેતરમાં શાહગુંડ બાંદીપોરામાં એક નાગરિકની હત્યામાં સામેલ હતો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!