બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને સોન્ગ કમ્પોઝર હિમેશ રેશમિયા (himesh reshammiya) આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. હિમેશ રેશમિયા (himesh reshammiya) સપરિવાર સાથે આજે ગુજરાતના ધાર્મિક સ્થળ સાળંગપુરમાં હનુમાન દર્શનાર્થે આવ્યા છે.
બોલિવૂડના સુપર સ્ટાર હિમેશ રેશમિયા (himesh reshammiya) એ ગુજરાતના સાળંગપુર ખાતે હનુમાનજીના દર્શનાર્થે આવ્યા છે. હિમેશ રેશમિયા (himesh reshammiya) એ દર્શન કર્યા બાદ કહ્યું કે, મને અહીં આવવાનો મોકો મળ્યો તે મારા માટે અદભૂત છે. સાળંગપુર હનુમાનજી દાદાના દર્શન કરી એક અલગ પ્રકારની વાઈબ્રન્ટની અનુભૂતિ વ્યક્ત કરી છે. અહીં મે દર્શન કરતા બરકત મળે અને આરોગ્ય સારું રહે તે પ્રાથના કરી હતી. આજે દેશમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, જોકે, કહી શકાય કે તે લગભગ ખતમ થઇ ગયો છે ત્યારે આપણો દેશ આગળ વધે તે જ દાદાને પ્રાર્થના.
બોલિવૂડના પ્રખ્યાત સિંગર અને સોન્ગ કમ્પોઝર હિમેશ રેશમિયા આજે ગુજરાતના પ્રવાસે#Gujarat #HimeshReshmiya #Salangpur pic.twitter.com/TbgruRADH6
— Sanskar Sojitra (@sanskar_sojitra) March 16, 2022
કોણ છે હિમેશ રેશમિયા (himesh reshammiya)?
હિમેશ રેશમિયા (himesh reshammiya) એક ભારતીય સંગીતનિર્દેશક, સંયોજક, પાર્શ્વગાયક અને અભિનેતા છે. દરેકનો એક દસકો હોય છે તેમ તેનો પણ એક દસકો રહ્યો હતો. જે દરમિયાન તેણે અવનવા ગીત ગાયા અને કમ્પોઝ પણ કર્યા છે. ખાસ કરીને તેનું પ્રખ્યાત ગીત તેરા તેરા તેરા સુરુંર… આ સિવાય એક બાર આજા આજા આજા આ આજા પણ છે. હિમેશ રેશમિયા (himesh reshammiya) નો જન્મ ભારતના મહારાષ્ટ્રના મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યા થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. તેઓ ભારતીય ચલચિત્ર જગતના જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીત નિર્દેશક તરીકે 2003માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવા કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયા’ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.
હિમેશે (himesh reshammiya) ઝી ટીવી માટે અનેક ટીવી શ્રેણીઓનું કર્યું નિર્માણ
સંગીત નિર્દેશક બનતા પહેલા, હિમેશે (himesh reshammiya) ઝી ટીવી માટે ‘અમર પ્રેમ’ અને ‘અંદાઝ’ સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. 2007ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોવોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈