ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને અનેક એવોર્ડ થી સન્માનિત એવા મિતલબેન સોજીત્રા(Mital Sojitra) વિશે જાણીએ  

અમરેલી જિલ્લાના નાનકડા એવા નાના લીલીયા ગામે રહેતા જયસુખભાઈ સોજીત્રા ની પુત્રી મિતલબેન ને નાનપણથી ચિત્રકામનો શોખ હતો.અને આ માટે તેમણે અભ્યાસ છોડી દેવા તૈયાર થનાર એવા મિતલબેન સોજીત્રા આજ ના વિશેષ કાર્યકમ માં મિતલબેન સોજીત્રા ની વાત કરીશું

47690986 345218076058237 4159342707279723512 n
Instagram Mitalben Sojitra

મિત્તલબેન સોજીત્રા ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરીને વલ્લભ વિદ્યાનગર માં ફાઈન આર્ટ નો કોર્સ કરવાનું નક્કી કર્યું હતું,પણ અમુક કારણોસર તેઓ કોર્સ અધુરો મૂકીને વતન પાછા ફરી ને પોતાના મનગમતા ચિત્રકામ માં આગળ વધ્યા .ધીમે ધીમે ગુજરાત અને અન્ય શહેરો માંથી કામ મળવા લાગ્યા .

મિતલબેન ને વધુ માં જણાવ્યું કે થોડા દિવસો પહેલા માનનીય વડાપ્રધાન દ્વારા જાહેરાત કરી હતી કે દેશ ના આઝાદી ના ૭૫ વર્ષ પૂર્ણ થયા છે આ નિમિતે તેમણે ૭૫ વર્ષ આઝાદી કે અમૃત મહોત્સવ ની અંતર્ગત સુરત મહાનગર પાલીકા દ્વારા કાર્યકમ નું  આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં મિતલબેન તથા તેમની ટીમ દ્વારા ૭૫ કલાક સુધી સતત પેઇન્ટિંગ કરી ને સુરત ના અલગ અલગ હેરિટેજ સ્ટ્રકચરો ,સ્વચ્છતા સંદેશ આપતા ચિત્રો ,રંગીન માછલીઓ સહિતના   પેઇન્ટિંગથી બ્રિજો ને સુશોભીત કરીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.તદપરાંત થોડા દિવસો પછી કામરેજ ગામ નજીક આવશે બ્રિજ પર   પેઇન્ટિંગ કરી ને  સુશોભીત કરાશે એવું કહેવાયું છે.

ગયા વર્ષે કોરોનાકાળ દરમ્યાન સુરતની જનતાને જાગૃતા આવે એ માટે સુરતના મોટાવરાછા વિસ્તારમા આશરે ૧૦ કલાકની મહેનતથી ‘સ્ટે હોમનું ‘ ૫૦ ફુટનું પેઇન્ટિંગ બનાવ્યું હતું.તદઉપરાંત સુરતના રેલ્વે સ્ટેશન પર ૧૦ કલાક ની મહેનત થી ૨૨ ફૂટ નું 3D માસ્ક અને ‘હાલ માસ્ક જ વેક્સિન છે ‘ આ સૂત્ર લખવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Mital Sojitra (@mitalsojitra2010)

ગુજરાત ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના ચિત્રો બનાવીને ગાંધીનગર જઈને રુબરું તેમણે અર્પણ કર્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Mital Sojitra (@mitalsojitra2010)

ભારત ના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના ૭૦ માં જન્મ દિવસે અનોખી પહેલ કરીને આશરે ૭૦ ગરીબ  બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા .

જેમના ૧૫ થી પણ વધુ પેન્ટિગ પ્રદર્શનો થઈ ચુક્યા છે તેમના નામે ‘ બેટી બચાવો ,બેટી પઢાવો ‘ પાર ૧૨૮ ફૂટ નું લોન્ગેસ્ટ પેન્ટિગ બનવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે..

 

તદુપરાંત ભારત ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ને મળીને જયારે તેઓ કાશીયાત્રા  પાર હતા એ દરમ્યાન ગંગા માતાનો આરતી કરતો  ફોટો વાયરલ થતા જ માત્ર ૨ દિવસ માં જ મિતલબેન સોજીત્રા એ ચારકોલ મા બનાવીને વડાપ્રધાન ને આપી છે મિતલબેન પેહલા એવા પેઇન્ટિંગ આર્ટિસ્ટ છે જેમણે નરેન્દ્રભાઈ મોદી ના પેઇન્ટિંગ પ્રદર્શનો કરવાનો મોકો મળ્યો છે..વધુ મા થોડા દિવસો પહેલા દિલ્હી મા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ને મળી એ નિમિત્ત પર  એક પુસ્તક, જે  એમના જીવન પર ચિત્રો દ્વારા તૈયાર કર્યું છે અને એમના 72માં જન્મદિવસે એમને ભેટ આપવાની છું. પુસ્તક વિશે એમનો અભિપ્રાય જાણવા માટે એમની સાથે મુલાકાત પણ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Mital Sojitra (@mitalsojitra2010)

 

 

મિતલબેન સોજીત્રા નું નામ ૧૧,૧૧૧ સ્ત્રી ના ચેહરા દોરવા બદલ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં નામ  નોંધાયેલ છે 

 

 

મિતલબેન સોજીત્રા એ મહિલાઓના ઈમોશન્સ બતાવવા માટે અંધારામાંમા પ્રકાશિત થતા હોય તેવા પેઇન્ટિંગ બનાવીને પ્રદર્શનો કરવામાં આવ્યા હતા આ પ્રદર્શનો દ્વારા થતી આવક મહિલાઓ ના કલ્યાણ પાછળ વપરાશે તેમ જણાવ્યું હતું 

હાલ માં મિતલબેન સોજીત્રા પિન્ટુરા આર્ટ ઇન્ડિયા માં અત્યાર સુધી માં ૧૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ ને પેઇન્ટિંગ આર્ટ શીખવી ચુક્યા છે.અને સમયાંતરે ચિત્રો ના પ્રદર્શનો યોજાતા રહે છે.

અંત માં મિતલબેન દ્વારા જણાવ્યું છે કે આવનાર દિવસો માં તેઓ  પેઇન્ટિંગ પ્રદર્શનો  તેમજ સેવા અને સમાજ ને ઉપયોગી કામો તેમના થતા રહેશે

નીચે આપેલ આઈડી “પિન્ટુરા આર્ટ ઇન્ડિયા” ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર આપ વિઝિટ કરી શકો છો 

 

View this post on Instagram

 

A post shared by Pintura Art (@pinturaartindia)

👉   વધુ હમણાં જ Mital Sojitra  વેબસાઇટ પર વિઝિટ કરો.. 👈

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. Digital Gujarat Govવેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  Digital Gujarat Govસારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *