લગ્નના 2 વર્ષ પછી દુનિયા સામે આવ્યો રાખી સાવંત (Rakhi Sawant )નો પતિ, તસવીર જોશો તો ફાટી રહી જશે આંખો.

rakhi sawant
rakhi-sawant

2019 માં, ડ્રામા ક્વીન રાખી સાવંતે (Rakhi Sawant) તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને ફેન્સને ચોંકાવી દીધા. રાખી સાવંતના લગ્નની આ તસવીરોમાં સૌથી ખાસ વાત એ હતી કે તેના પતિનો ચહેરો દેખાડવામાં આવ્યો ન હતો. લગ્નની વિધિ કરતી વખતે એક ફોટામાં રિતેશનો હાથ જ દેખાતો હતો. રાખી સાવંત (Rakhi Sawant) ના પતિનો ચહેરો ન દેખાડવાના કારણે એક્ટ્રેસના લગ્ન પર સવાલો ઉભા થયા હતા. લોકોએ રાખીના લગ્નને ફેક અને ડ્રામા ગણાવ્યા. જોવા મળી રાખી સાવંત (Rakhi Sawant) ના પતિની પહેલી ઝલક 2 વર્ષ પછી પણ ઘણા લોકો રાખીના લગ્નને માત્ર પબ્લિસિટી સ્ટંટ માને છે. પરંતુ લોકોની આતુરતાનો અંત લાવીને રિતેશ દુનિયાની સામે આવવાનો છે. રિતેશ રાખી સાવંત (Rakhi Sawant) સાથે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. જ્યારથી રાખી અને રિતેશના Big Boss15 પર જવાના સમાચાર સામે આવ્યા છે, ત્યારથી ફેન્સની આતુરતા વધી ગઈ છે. તેથી જ અમે વિચાર્યું કે તમને વધુ રાહ જોવડાવ્યા વિના રિતેશની એક ઝલક દેખાડી દઇએ. જી હા, રિતેશની Big Boss15 માં એન્ટ્રી થઇ ચુકી છે. લાઈવ ફીડમાં એક વ્યક્તિ જોવા મળી હતી જે અજાણ્યો ચહેરો છે. બીગ બોસના ફેન્સ આ વ્યક્તિને રિતેશ માની રહ્યા છે.

 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Viral Bhayani (@viralbhayani)

બિગબોસ હાઉસમાં કરશે એન્ટ્રી આ સ્ક્રીનશોટ BB ફેનક્લબ પર વાયરલ થઈ રહ્યો છે. જે રીતેશ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રાખી સાવંત (Rakhi Sawant) , દેવોલિના ભટ્ટાચારજી, રશ્મિ દેસાઈ આગામી એપિસોડમાં એન્ટ્રી કરશે. પ્રોમોમાં રાખી (Rakhi Sawant) ની સાથે તેના પતિની એન્ટ્રી પણ બતાવવામાં આવી છે. રિતેશ ચેહેરો બાંધીને ઘરમાં એન્ટ્રી લઈ રહ્યો છે. રાખી હાથમાં પૂજાની થાળી લઈને રિતેશનું બીબી હાઉસમાં સ્વાગત કરતી જોવા મળી હતી. રાખી (Rakhi Sawant)એ તેના પતિની પૂજા કરી અને પછી તેના ચરણ પણ સ્પર્શ કર્યા. રાખી અને રિતેશના આગમનથી ઘરમાં ભારે તહેલકો મચવા જઇ રહ્યો છે.

 
 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bigg Boss Khabri 💥 (@mr_khabri)

રાખી સાવંતે (Rakhi Sawant)  પણ Big Boss 14 માં એન્ટ્રી કરી છે. રાખી સાવંત (Rakhi Sawant) શોમાં ઘણી વખત તેના પતિ રિતેશને યાદ કરતી જોવા મળી હતી. સ્ક્રીન પર રાખી સાવંત અને તેના પતિ રિતેશની કેમેસ્ટ્રી જોવાની મજા આવશે. આ સાથે જ જેઓ આજ સુધી રાખીના લગ્નને ફેક કહેતા હતા તેમના મોં પણ બંધ થઈ જશે. Big Boss સીઝન 14માં રાખી ઘટી રહેલી ટીઆરપીને વધારવા માટે આવી હતી. આ વખતે પણ રાખી Big Boss સીઝન 15 ની ટીઆરપી વધારવા અને બોરિંગ શો અપ કરવા આવી છે.  

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!