પ્રયાગરાજમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. થરવઈ પોલીસ સ્ટેશન વિસ્તારના ખેવરાજપુર ગામમાં એક જ પરિવારના 5 લોકોની હત્યા કરવામાં આવી છે. એટલું જ નહીં ઘટના બાદ આરોપીઓએ ઘરને આગ લગાવી દીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ પરિવારના સભ્યોની ઈંટો અને પથ્થરો વડે ઘાતકી હત્યા કરવામાં આવી છે.
આ ઘટના અંગે પ્રદીપ કુમાર યાદવે પોલીસને જાણ કરી હતી. પ્રદીપે પોલીસને જણાવ્યું કે તેના ભાઈ અને ભાભીની કોઈએ હત્યા કરી છે. આ સાથે પરિવારના અન્ય ત્રણ સભ્યોની પણ હત્યા કરવામાં આવી છે. સામૂહિક હત્યાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
5 લોકોની હત્યા બાદ ખળભળાટ
તે જ સમયે, એડીજી પ્રયાગરાજ ઝોન પ્રેમ પ્રકાશે કહ્યું કે પ્રારંભિક તપાસથી એવું લાગે છે કે લૂંટના ઇરાદે આવેલા બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો છે. એવી શંકા છે કે તેઓએ પુરાવાનો નાશ કરવા માટે ઘરને આગ લગાવી દીધી હતી. જો કે તેની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. ફોરેન્સિક અને ડોગ સ્કવોડની ટીમ સ્થળ પર તપાસ કરી રહી છે.
માયાવતીએ ટ્વીટ કરીને ઘટનાની નિંદા કરી
BSP સુપ્રીમો માયાવતીએ પ્રયાગરાજ ઘટના પર ટ્વિટ કર્યું છે. તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક જ પરિવારના 5 લોકોની ક્રૂર હત્યાના સમાચાર ખૂબ જ દુઃખદ, નિંદનીય અને ચિંતાજનક છે. સરકારે ઘટનાના તળિયે જવું જોઈએ અને દોષિતો સામે કડક કાયદાકીય કાર્યવાહી સુનિશ્ચિત કરવી જોઈએ.
उत्तर प्रदेश के प्रयागराज में एक ही परिवार के पांच लोगों की निर्मम हत्या किए जाने की खबर अति-दुःखद, निन्दनीय व चिन्ताजनक। सरकार घटना की तह में जाकर दोषियों के खिलाफ सख्त कानूनी कार्रवाई सुनिश्चित करे।
— Mayawati (@Mayawati) April 23, 2022
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો