ન્યૂઝ ચેનલોને ખોટા દાવાઓ અને સેન્સેશનલ હેડલાઈન્સ સરકારની તમામ ચેનલો ને મોટી ચેતવણી

ન્યૂઝ ચેનલો જે રીતે ન્યૂઝ કવરેજ કરી રહી છે તે સરકાર પસંદ પડ્યું નથી. હવે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ પ્રાઈવેટ ન્યૂઝ ચેનલોને ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સથી દૂર રહીને હદમાં રહીને કવરેજ આપવાની સલાહ આપી છે.

ખોટા દાવાઓ અને ચકચારી હેડલાઈન્સ ન બનાવો-સરકાર
રશિયા યુક્રેન યુદ્ધ અને દિલ્હી તોફાનોના ટેલિવેઝન કવરેજનો વાંધો ઉઠાવતા મંત્રાલયે શનિવારે ન્યૂઝ ચેનલોને આકરી ચેતવણી આપીને કહ્યું કે ચેનલોએ લાગુ પડતા કાયદા દ્વારા નક્કી થયેલા પ્રોગ્રામ કોડ પ્રમાણે ન્યૂઝ આપવાના રહેશે. આવી ચેતવણી આપતી વખતે સરકારે ન્યૂઝ ચેનલોને યુક્રેન રશિયા યુદ્ધ અને દિલ્હી તોફાનોના કવરેજમાં ન્યૂઝ એન્કર્સના બિનસંવેદનશીલ સ્ટેટમેન્ટ અને ચકચારી હેડલાઈન્સનું ઉદાહરણ આપ્યું હતું.

ન્યૂઝ ચેનલોએ યુક્રેન યુદ્ધ અને દિલ્હી હિંસા પર બેજવાબદાર કવરેજ કર્યું-સરકાર

સરકારે ન્યૂઝ ચેનલોને એવું પણ કહ્યું કે કેટલીક ન્યૂઝ ચેનલોએ નોર્થ વેસ્ટ દિલ્હી હિંસાના મુદ્દે બિનલોકતાંત્રિક અને ઉશ્કેરણીજનક અને સામાજિક રીતે અસ્વીકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે. એડવાઈઝરીમાં સરકારે એવું પણ કહ્યું કે માહિતી આપવામાં ન્યૂઝ ચેનલોએ હદ વટાવી છે. આથી સરકારે કહ્યું કે ન્યૂઝ ચેનલોને કડક સલાહ છે કે તેમણે તાત્કાલિક કેબલ ટેલિવિઝન નેટવર્કની જોગવાઈઓનું ઉલ્લંઘન કરનાર સમાચાર કે માહિતી આપવામાંથી વહેલી તકે બંધ કરી દેવું જોઈએ.

ન્યૂઝ ચેનલોએ રશિયા-યુક્રેન યુદ્ધ અને દિલ્હી તોફાનોમાં હદ બહારનું રિપોર્ટીંગ કર્યું

ઉલ્લેખનીય છે કે રશિયા અને યુક્રેન યુદ્ધના મામલે અને તાજેતરના દિલ્હી તોફાનોના મામલે ન્યૂઝ ચેનલોએ હદ બહાર જઈને કવરેજ કર્યું હતું. આથી તેમની આ ઘટનાની સરકારે ગંભીર નોંધ લીધી હતી.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *