વરસાદની સીઝનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જ તમે મકાઈ યાદ કરો તે સ્વાભાવિક છે. જો તમે મકાઈની અલગ અને ગરમાગરમ વાનગીનો સ્વાદ માણવા ઈચ્છો છો તો તમે મકાઈની મસ્ત ખીચડી ટ્રાય કરી શકો છો. તેનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાંઓને પ્રિય હોય છે. તો બનાવી લો સરળ રીતે આ વાનગી.
મકાઈની ખીચડી
સામગ્રી
- 1 કિલો મકાઈ
- 4 કપ દૂધ
- 10 લીલાં મરચાં
- 2 ટી.સ્પૂન તજ પાવડર
- 2 ટી.સ્પૂન મરી પાવડર
- 2 ટી.સ્પૂન લવિંગ પાવડર
- 50 ગ્રામ નાળિયેરની છીણ
- 1 ચમચી આદું
- 4 ચમચી તલ
- 100 ગ્રામ કાજુ-દ્રાક્ષ
- 4 ચમચી ઘી
- 2 લીંબુ
- 2 ઝૂડી કોથમીર
- મીઠું સ્વાદ અનુસાર
- પા ચમચી હળદર
- પા ચમચી મરચું
- 3 ચમચી ખાંડ
- તેલ વઘાર માટે
- તજ- લવિંગ પ્રમાણસર
રીત
સૌ પ્રથમ મકાઈને છોલી છીણી લો અથવા તેને અધકચરા ક્રશ પણ કરી શકો છો. પછી એક તપેલીમાં તેલ મૂકી તજ-લવિંગનો વઘાર કરી, છીણેલી મકાઈ, મીઠું ઉમેરી સાંતળો. મકાઈ બદામી રંગની સંતળાય એટલે તેમાં દૂધ, હળદર, મરચું, વાટેલા આદું-મરચાં, તલ, તજ-લવિંગ-મરીનો પાવડર, ખાંડ, નાળિયેરની છીણ, દ્રાક્ષ, કાજુ અને 1 ચમચો ઘી ઉમેરીને ધીમા તાપે સીજવા મૂકો. દાણો અને છીણ બફાઈ જાય એટલે તેને ઉતારી લો અને લીંબુનો રસ, નાળિયેરનું છીણ અને કોથમીર નાંખીને પીરસો, ગરમાગરમ ખીચડીથી મજા વધશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો