હળદર (Turmeric) હેલ્થને અનેક મોટા ફાયદા આપે છે. આ એક એન્ટી ઓક્સીડન્ટ અને એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર રહે છે. તેની તાસીર ગરમ હોય છે. આ કારણે લોકો વિચાર્યા વિના જ તેનું સેવન કરે છે. અનેક લોકો ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે પણ દિવસમાં અનેકવાર હળદર (Turmeric) નું સેવન કરે છે. પણ શું તમે જાણો છો કે તેનું વધારે પડતું સેવન પણ હેલ્થને નુકસાન કરી શકે છે.
-
ગુણકારી હળદર (Turmeric) નું વધારે પડતું સેવન પણ કરી છે નુકસાન
-
લોહી પાતળું કરવાની સાથે પ્રેગન્ન્સીમાં લાવે છે અડચણ
-
પેટમાં બળતરા, ઉલ્ટી અને ડાયરિયાની તકલીફો વધારે છે
જાણો શરીરને કઈ રીતે નુકસાન કરે છે હળદરનો વધારે ઉપયોગ
લોહીને કરે છે પાતળું
હળદર (Turmeric) માં કરક્યૂમિન નામનું તત્વ મળે છે જે લોહીને પાતળું કરવાનું કામ કરે છે. હળદર (Turmeric) ના વધારે સેવનથી લોહી પાતળું થવાની ફરિયાદ રહે છે. આ સમયે જો કંઈ વાગે કે છોલાઈ જાય તો કે પછી માહવારીમાં પણ વધારે બ્લિડંગની સમસ્યા રહે છે. તેના કારણે વીકનેસ પણ રહે છે.
પ્રેગનન્સીમાં થઈ શકે છે તકલીફ
હળદર (Turmeric) નું સેવન કરવાથી પ્રેગનન્સીમાં તકલીફ થઈ શકે છે. હળદર વધારે ખાવાથી ફક્ત માતા નહીં પણ ગર્ભસ્થ શિશુને પણ નુકસાન થઈ શકે છે. પ્રેગનન્સીની શરૂઆતમાં હળદર (Turmeric) નું સેવન ગર્ભાવસ્થામાં બ્લિડિંગની સમસ્યા સર્જે છે જે મિસકેરેજનું કારણ બની શકે છે.
પેટમાં થઈ શકે છે તકલીફ
હળદર (Turmeric) નું વધારે સેવન કરવાથી પેટમાં બળતરા, સોજાની તકલીફ વધે છે. એટલું નહીં હળદર (Turmeric) વધારે ખાવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. હળદર (Turmeric) માં રહેલું ઓક્સલેટ નામનું તત્વ કેલ્શિયમને શરીરમાં યોગ્ય રીતે ઓગળવા દેતું નથી જેના કારણે પથરીની તકલીફ રહે છે.
ઉલ્ટી અને ડાયરિયાની તકલીફ વધે છે
હળદર (Turmeric) નું સેવન ઉલ્ટી અને ડાયરિયા જેવી તકલીફોનું કારણ પણ બને છે. હળદર (Turmeric) માં રહેલું કરક્યુમિન પાચન સંબંધિત પરેશાનીને વધારવામાં મદદ કરે છે. તેના કારણે ઉલ્ટી અને ડાયરિયાની મુશ્કેલીઓ પણ વધે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!