સુરતના પુણા તળાવમાંથી અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો, આપઘાત ની આશંકા

puna talva

સુરતના પુણા વિસ્તારમાં આવેલા તળાવમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ તળાવમાં મૃતદેહ હોવાનું સામે આવતાં પોલીસને જાણ કરી હતી. બાદમાં મૃતદેહને બહાર કાઢ્યો હતો. હાલ અજાણ્યા યુવકના સગા સંબંધીઓને શોધવા માટે તપાસ હાથ ધરી છે. સાથે જ મૃતદેહને પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે તપાસ શરૂ કરી છે 
યુવકે જીવન ટૂંકાવવાના ઈરાદે તળાવમાં રાત્રિ સમયે ભૂસકો માર્યો હોય તેવી આશંકા સેવવામાં આવી રહી છે. સવારે તળાવમાં તરતો મૃતદેહ મળી આવ્યો હતો. જેના આધારે સ્થાનિકોએ પોલીસ ને જાણ કર્યા બાદ પોલીસનો  કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હાલ મૃતદેહનો કબ્જો લઈને વાલી વારસને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે મૃતકના સગા સંબંધીઓની ઓળખ શરૂકરી છે.

થોડા સમય અગાઉ તળાવને રી ડેવલપ કરાયું છે
ઘણા વર્ષોથી ખરાબ હાલતમાં રહેલા પુણા તળાવને બે-ત્રણ વર્ષ અગાઉ જ પાલિકા દ્વારા રી ડેવલપ કરવામાં આવ્યું હતું. અગાઉ તાપી નદીમાં કુદીને આપઘાતના બનાવો બનતા હતાં. જો કે હવે પુણા તળાવમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે. હાલ પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp