રંગોત્સવ ધુળેટીના (Dhuleti) પવિત્ર દિવસે દેવભૂમી દ્વારકામાં એક કમકમાટી (Devbhumi dwarka) ભરી ઘટના સામે આવી હતી. જિલ્લાા ભાણવડ નજીક આવેલા ત્રિવેણી સંગમ નદીમાં (Triveni sangam river) એક સાથે પાંચ યુવકો ડૂબી જતાં મોતને (5 minor drowned) ભેટ્યા હતા. પાંચ યુવકોના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાયી હતી. અને પરિવારમાં શોક ફેલાયો હતો.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડ નજીકના ત્રિવેણી સંગમ ખાતે કેટલાક કિશોરો ધૂળેટીના પર્વ પર નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન 5 જેટલા યુવકો અચાનક પાણીમાં ડૂબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં પોલીસ અને નગર પાલિકાનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યો હતો.
ઘટના અંગે વધુ મળતી માહિતી પ્રમાણે નદીમાં ડૂબીને મોતને ભેટલા પાંચે સગીરની ઉંમર 16-17 વર્ષની હતી. તમામ મિત્રો હતા અને તમામ શિવનગર, રામેશ્વર પ્લોટ, અને ખરાવાડ, ભાણવડના રહેવાશી હતી.
કલાકોની ભારે જહેમત બાદ ફાયર વિભાગની ટીમે યુવકોના મૃતદેહને બહાર હાઢ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્રોના મૃતદેહો જોઈને પરિવારોના સભ્યો આંક્રંદ કરી રહ્યા હતા. પોલીસે તમામના મૃતદેહોનો કબ્જો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
જો કે ભાણવડ પાલિકા પાસે તરવૈયા ના હોવાથી જિલ્લા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. હાલ તો તમામ કિશોરની શોધખોળ હાથ ધરવામાં આવી છે.સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરોનીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
👉આપ અમને Google News પર ફોલો કરો 👈