ગુજરાતીઓની ફેવરિટ જગ્યા વાહનો પર પ્રતિબંધ, જાણી લેજો માહિતી નહીંતર દંડાશો

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પ્રવાસન સ્થળ પોળો ફોરેસ્ટ વિસ્તારને પોલ્યુશન ફ્રી ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો ફોરેસ્ટ નાકાથી બહાર પાર્ક કરી મોટા અને ભારે વાહનો માટે પ્રવેશબંધીનું જાહેરનામું જિલ્લા કલેકટર દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

પોલ્યુશન ઈકો ટુરીઝમ માટે ટુ વ્હીલર સિવાયના તમામ ભારે વાહનો પર પ્રતિબંધ
જો તમે ફરવાના શોખીને છો અને અને વિકએન્ડમાં તેમ સાબરકાંઠાના પોળો ફોરેસ્ટ ફરવા જવાનું વિચારતાં હોવ તો થોભી જાવ અને આ નિયમો જાણી લો નહીંતર તમારી વિરૂદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે છે. પોળો ફોરેસ્ટને પોલ્યુશન ફ્રી રાખવા માટે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આગામી 10મી જૂન સુધી ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમજ કાર અને ભારે વાહનો માટે શારેશ્વર મંદિર ફોરેસ્ટ નાકા પાસે પાર્ક કરવાના રહેશે.

આ પહેલા પોળો ફોરેસ્ટમાં પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પોળો ફોરેસ્ટને લઈ જિલ્લા કલેક્ટરે એક મહત્વનુ જાહેરાનામુ બહાર પાડ્યુ હતું. જેમાં ફોરેસ્ટમાં પ્રદુષણ અટકાવવા તથા પર્યાવરણને નુકસાન થતુ અટકાવવા માટે જંગલમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એટલે કે આ જગ્યાએ જો તમે ગયા તો તમારે પ્લાસ્ટિકની કોઇ પણ વસ્તુ લઇ જઇ શકશો નહી. જંગલમાં પ્લાસ્ટિકનો કચરો ફેલાય નહી તે માટે જિલ્લા કલેક્ટરે પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકી દીધો છે.

જાહેરનામાનો ભંગ કરનારને દંડ કરવામાં આવશે

પોળો ફોરેસ્ટમાં ટુ વ્હીલર સિવાયના તમામ વાહનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે વિવિધ પ્રકારાના નિમયો પણ જાહેર કરવામાં આવ્યાં છે. જો કોઈપણ પ્રવાસીઓ જાહેરનામાના નિયમોનું ઉલ્લંઘન કરતાં કસૂરવાર જણાશે તો તેના વિરૂદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp