જામનગરમાં ગૌસેવાના લાભાર્થે લોકડાયરો યોજાયો, ગુજરાતના જાણીતા કલાકારો પર થયો ચલણી નોટોનો વરસાદ

જામનગર : જામનગરમાં વિભાપર ખાતે જય વછરાજ ગૌસેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત લોકડાયરામાં ચલણી નોટોનો વરસાદ થયો હતો. જામનગરમાં જય વછરાજ ગૌ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત વાર્ષિક ઉત્સવ દરમિયાન ગૌશાળાનું ભૂમિપૂજન, પંચકુડી યજ્ઞ, સન્માન સમારોહ, મહાપ્રસાદ અને લોકડાયરાનું આયોજન કરાયું હતું. જામનગરના વિભાપરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ગુજરાતના પ્રસિદ્ધ ભજનિક કલાકાર, લોક સાહિત્યકાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મોડી રાત સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી.

ગુજરાતમાં ખ્યાતિ મેળવનાર ભજનીક નિરંજન પંડ્યા, ફરીદા મીર અને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ મોડીરાતથી વહેલી સવાર સુધી લોકડાયરામાં રમઝટ બોલાવી હતી જેને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ગૌ સેવા લાભાર્થે યોજાયેલા આ લોકડાયરામાં ઉપસ્થિત ગૌ પ્રેમીઓ અને લોકોએ ચલણી નોટોનો કલાકારો પર વરસાદ વરસાવ્યો હતો.

 

 

જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ વિભાપર જામનગર દ્વારા ગૌસેવા માટે હાપ્રસાદ તથા લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જામનગરની વિભાપરમાં આવેલી જય વચ્છરાજ ગૌ સેવા ટ્રસ્ટ ની ગૌશાળામાં નીરાધાર લુલી લંગડી અંધ અપંગ તેમજ એકસીડન્ટ થયેલી ગાયો ની સારવાર કરવામાં આવે છે હાલ મા ગૌશાળામાં 450 થી વધુ ગાયોની સાર સંભાળ રાખવામાં આવે છે. આ ઉમદા ગૌસેવાના કાર્યને વેગ આપવા માટે જામનગર વિભાપર ગામ ખાતે અંદાજે 16 વીઘા જમીનમાં ગૌ સેવા અર્થે ગૌશાળાનું તેમજ ગાયોની સારવાર માટે હોસ્પિટલનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. તે માટે ટ્રસ્ટ દ્વારા 16 વીઘા જમીનનો ઉમેરો કરી અધતન ઓપરેશન થિયેટર તેમજ જમીન ઉપર ગૌશાળા માટે બાંધકામની જરૂરીયાત હોય તે માટે ફાળો એકત્રિત કરવા માટે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.    

સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો

વોટ્સએપ 1 : Whatsapp

વોટ્સએપ 2 : Whatsapp

અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈