સેવાના સારથી એટલે ખજુરભાઈ ઉર્ફ નીતિન જાની એ 200 નિરાધાર લોકોના ઘર બનાવી આપ્યો આશરો,હવે તેમની ટીમ દુબઇની ટ્રિપ પર- Pics

ખજૂરભાઈ ને દરેક લોકો ઓળખે છે. એક વખત તેમનો વીડિયો જોઇ લીધા પછી તમારો ખરાબ મૂડ પણ સારો થઇ જાય છે. પરંતુ આ સાથે શું તમને ખબર છે કે ખજુરભાઈએ અત્યાર સુધી ઘણા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરીને માનવતા મહેકાવી છે,ત્યારે ખજુરભાઈએ અત્યાર સુધી ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા માટે પોતના ખિસ્સાના કરોડો રૂપિયા ખર્ચ કર્યા હતા, જે સમયે સૌરાષ્ટ્રની ધરતી પર વાવાઝોડું આવ્યું.

તે સમયે તાત્કાલિક જ ખજુરભાઈ તેમની ટીમ સાથે સૌરાષ્ટ્રની ધરતી પર રહેતા લોકોની મદદ કરવા માટે પહોંચી ગયા હતા, એક વર્ષમાં ખજુરભાઈએ ગરીબ અને જરૂરિયાતમંદ ૨૦૦ જેટલા લોકોને નવા ઘર બનાવી આપીને આશરો આપ્યો હતો, હાલમાં ખજુરભાઈ તેમની ટીમ સાથે 200 ઘર બનાવવાની ખુશીમાં દુબઇ ફરવા માટે નીકળ્યા છે.

ખજુરભાઈ બે વર્ષ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી દુબઇ ફરવા માટે તેમની ટીમ સાથે જઈ રહ્યા હતા, ખજુરભાઈએ ગુજરાતની ધરતી પર 200 ઘર બનાવ્યા હતા, તેથી તેની ખુશીને સેલિબ્રેશન કરવા માટે તેમની ટિમ સાથે પાંચ દિવસ દુબઇ ફરવા માટે આવ્યા છે.ખજુરભાઈની સાથે છેલ્લા એક વર્ષથી જે લોકો કામ કરતા હતા તે દરેક લોકોને ખજુરભાઈ ફરવા માટે દુબઇ લાવ્યા હતા.

ખજુરભાઈ સાથે ભીખાદાદા અને સોમાદાદા ને પણ ફરવા માટે દુબઇ જઈ રહ્યા હતા, તે બંનેની તેમના જીવનની ફ્લાઇટની પહેલી ટ્રીપ હતી, આથી ખજુરભાઈએ તેમના આ પ્રવાસની તેમની ટીમ સાથે ખુબ જ મોજ રહ્યા છે .

અત્યાર સુધી ખજુરભાઈએ ઘણા નિરાધાર લોકોને પણ મદદ કરીને રહેવા માટે આશરો આપ્યો હતો, આથી દરેક લોકો ખજુરભાઈના આ સેવાના કામને જોઈને તેમના વખાણ કરે છે. ખજુરભાઈ સૌરાષ્ટ્રની ધરતી પર રહેતા લોકો માટે દેવદૂત બનીને આવ્યા છે, તેથી દરેક લોકો ખજુરભાઈના આ સેવાના કામને જોઈને તેમની પ્રશંશા કરે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *