માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન,ફેસબુક પર તસવીરો વાયરલ

દેશના પ્રથમ ગે પ્રિન્સ રાજપીપળાના માનવેન્દ્રસિંહ ગોહિલે બે દિવસ પહેલાં પોતાના પાર્ટનર ડીએન્ડ્રે રિચર્ડ્સ સાથે અમેરિકામાં ઓહાયો સ્ટેટના કોલંબસ શહેરના એક ચર્ચમાં લગ્ન કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. માનવેન્દ્રસિંહે જેની સાથે લગ્ન કર્યા હોવાની વાત છેએ રિચર્ડ્સને આ બાબતની માહિતી પોતાના ફેસબુક પર પોસ્ટ કરી હતી તથા તસવીરો પણ શૅર કરી હતી. એમાં મેરેજ સર્ટિફિકેટ પણ સામેલ છે. ભાસ્કરે માનવેન્દ્રસિંહનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ થઈ શક્યો નહિ. તેઓ બંને હાલ અમેરિકામાં હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માનવેન્દ્રસિંહ અને રિચર્ડ્સ ઘણાં વર્ષોથી એકસાથે રહેતા આવ્યા છે અને મોટા ભાગે બંને સાથે જ જોવા મળે છે. તેમણે લગ્નની વાત અનેક વાર કરી છે, પણ લગ્ન કર્યા હોવાની વાતનો ક્યારેય જાહેરમાં સ્વીકાર કર્યો નથી, પરંતુ હાલમાં જ રિચર્ડ્સે સોશિયલ મીડિયામાં માનવેન્દ્રસિંહ સાથેના મેરેજની વાત શૅર કરી છે. આન્દ્રેએ તેના અને માનવેન્દ્રના અનેક ફોટા અને મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ સોશિયલ મીડિયામાં મૂક્યા છે. નોંધનીય છે કે 6 જુલાઈ 2022ની તારીખ સાથેના મેરેજ સર્ટિફિકેટમાં અમેરિકાના સ્ટોરવોલ કોલંબસ ખાતેનું સ્થળ બતાવાયું છે.

ફેસબુક પર તસવીરો વાયરલ : 

રિચર્ડ્સે લગ્નની તસવીરો અને મેરેજ સર્ટિફિકેટ ફેસબુક પર શેર કર્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *