ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની એન્ટ્રી થયા બાદ હવે ગુજરાતમાં પણ ઓમિક્રોન વાયરસનો પગપેસારો થયો છે. જામનગરમાં દક્ષિણ આફ્રિકાના ઝિમ્બાબ્વેથી પરત ફરેલો મુસાફર ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત હોવાનો રિપોર્ટમાં ખુલાસો થયો છે. ગુરૂવારે ઝિમ્બાબ્વેથી આવેલા મુસાફરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો, તેમજ તેમના સેમ્પલ પૂણેની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. રિપોર્ટમાં મુસાફર કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત થયો હોવાનું સામે આવતા રાજ્યનો આરોગ્ય વિભાગ સતર્ક થઇ ગયો છે.
અહી મહત્વપૂર્ણ છે કે, શંકાસ્પદ દર્દી ઝિમ્બાબ્વેથી 26 નવેમ્બરના રોજ રવાના થયો હતો. અમદાવાદ આવ્યા બાદ તે અમદાવાદથી બાય રોડ જામનગર આવ્યો હતો. બે દિવસ બાદ 29 નવેમ્બરે દર્દીના ગળામાં ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. આથી ખાનગી હોસ્પિટલમાં રિપોર્ટ કરાવતા દર્દી કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું હતું, જે બાદ દર્દીને 1 ડિસેમ્બરે ઘાંચીવાડ આરોગ્ય કેન્દ્રમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યો હતો. જો કે દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તંત્ર દ્વારા દર્દીના સંપર્કમાં આવેલા 87 લોકોના કોન્ટેક્ટ ટ્રેસ કરી તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે.
- ગુજરાતમાં #Omicron ની એન્ટ્રી
- જામનગરમાં નોંધાયો પહેલો ઓમિક્રોનનો કેસ,
- દર્દીનો રિપોર્ટ પુના ખાતે મોકલાયો હતો,
- ઝિમ્બાબ્વેથી પરત આવેલા નાગરિકને કોરોના
- બે દિવસ પહેલા નોંધાયો હતો શંકાસ્પદ કેસ
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા 72 વર્ષીય વૃદ્ધ દર્દી કે જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે. જે દર્દી આફ્રિકન દેશમાંથી વાયા દુબઈ થઈને જામનગર પહોંચ્યા હોવાથી અને કોરોના સંક્રમિત થયેલા હોવાથી તેને કોરોનાના નવા ઓમેક્રોન વોરિયન્ટના શંકાસ્પદ દર્દી ગણીને અલાયદા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. જેઓનો રિપોર્ટ આજે ઓમિક્રોનનો આવતાં ફફડાટ વ્યાપી ગયો છે.
સતત વધતા જતા કોરોનાગ્રાફને લઈને શહેરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે ત્રણ દિવસ પૂર્વે એક જ પરિવારના સાત દર્દીઓ નોંધાયા હતા. જો કે ત્યારબાદ સતત બે દિવસમાં બે કેસ નોંધાયા હતા. સતત વધતા જતા કોરોનાગ્રાફ ચિંતાનો વિષય તો છે જ પણ ચિંતા બેવડાઈ છે. કારણ કે કોરોનાના નવા વોરીયંટ ભારતમાં દસ્તક દઈ ચુક્યો છે. ખુબ જ ઝડપી ચેપી એવા ઘાતક આ વેરિયન્ટને લઈને દેશમાં નવી ચિંતા ઉમેરાઈ છે ત્યારે આજે જામનગરમાં નોંધાયેલ દર્દી ઓમિક્રોન વેરિયન્ટ જાહેર થયો છે. જી જી હોસ્પિટલમાં પોઝિટિવ જાહેર થયેલ દર્દીના નમુના લઇ પુણે લેબમાં મોકલી આપ્યા છે. જેમાં આ દર્દીને ઓમીક્રોન વેરેએન્ટ હોવાનું બહાર આવ્યું છે. આ દર્દી આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. ઓમિક્રોનના શંકાસ્પદ દર્દીના પગલે આરોગ્ય તંત્ર સહીત શહેરમાં ચિંતા બેવડાઈ છે.
ગુજરાતમાં પ્રથમ કેસ જામનગરમાં નોંધાતાં જામનગર જિલ્લાનું વહીવટી તંત્ર તેમજ હોસ્પિટલનું તંત્ર એલર્ટ બની ગયું છે, અને તમામ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જામનગરના આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચાવી દેનારા આ પ્રકરણની વિગત એવી છે કે જામનગરના મોરકંડા રોડ પર રહેતા 72 વર્ષીય એક વયોવૃદ્ધ નાગરિક કે જેઓ આફ્રિકન દેશ ઝિમ્બાબ્વે થી ટ્રાવેલ કરીને વાયા દુબઇ થઇ 28મી તારીખે અમદાવાદના એરપોર્ટ પર ઉતર્યા હતા, અને ત્યાંથી તેઓ જામનગર આવ્યા હતા. દરમિયાન તેઓની તબીયત નાદુરસ્ત રહેતાં ગઈકાલે જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર કરવામાટે આવ્યા હતા. જેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો આજે સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જેથી હોસ્પિટલનું તંત્ર ખૂબ જ એલર્ટ બની ગયું હતું. આ ઉપરાંત તેમના કોરોના ના સેમ્પલને વધુ પૃથકરણ માટે પૂનાની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે. જેની કોરોનાના નવા ઓમીક્રોન વાયરસના શંકાસ્પદ દર્દી તરીકે ગણના કરવામાં આવી છે. જેઓનો રિપોર્ટ આવી ગયો છે. જેઓનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટીવ હોવાનું જાહેર કરાયું છે.
દુબઈથી પરત ફરેલા 30 યુવાનો પોઝિટીવ, ઓમિક્રોનથી સંક્રમિત હોઈ શકે છે !
એમિક્રોન વેરિએન્ટના ફફડાટ વચ્ચે અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી પરત ફરેલા 30થી વધુ યુવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. સંક્રમિત જણાયેલા મોટાભાગના લોકોની ઉંમર 16થી 26 વર્ષ છે.દુબઈ ખાતે યોજાયાલ લગ્ન સમારંભથી અમદાવાદથી જુદી-જુદી ફ્લાઇટો દ્વારા સાડા પાંચસોથી વધુ લોકો ગયા હતા.જેમાંથી પરત ફરેલા 30થી વધુ લોકો કોરોના પોઝિટિવ બન્યા છે. દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં દેશ-વિદેશની પણ અનેક લોકએ હાજરી આપી હતી. જેમાં કોઈ ઓમિક્રોનનો ભોગ બનેલી વ્યક્તિ હોવાની પૂર્વ શક્યતા વ્યક્ત થઈ શકે છે. તેથી ગુજરાતમાં ઓમિક્રોનના કેસો વધવાની શક્યતા ખરી.
આરોગ્યતંત્ર અલર્ટ
મહાનગરપાલિકાના કમિશનર વિજય ખરાડીએ જણાવ્યું હતું કે સરકારની ગાઇડલાઇન આવી ચૂકી છે કે જે લોકોને B.1.5.1.2.9 કહે છે લોકોને આપણે એક આઇસોલેશન હોય એમાં એક રૂમ અલગ કરીને રાખીએ છીએ અને કોવિડ સિવાયનો એક રૂમ અલગ કરી એની અંદર ટ્રીટમેન્ટ પ્રોટોકોલનો કરીને રાખીએ છીએ. એની અંદર એવી રીતે ટ્રીટમેન્ટ આપવાની હોય છે.
બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ
ખરાડીએ જણાવ્યું હતું કે જ્યારે પોઝિટિવ કેસ આવે છે ત્યારે તરત જ આરોગ્યતંત્ર ટેસ્ટિંગ ચાલુ કરે છે અને આપણે બે પ્રકારના ટેસ્ટિંગ કરીએ છીએ, જેમાં નજીકથી મળ્યા હોય એને જ્યારે હાઈ રિસ્ક ટેસ્ટિંગ અને લો રિસ્ક ટેસ્ટિંગ હોય છે અને આજુબાજુના પાળો બીજા જે એ તેનું ટેસ્ટિંગ આપણે ચાલુ કરી દેતા હોઈએ છીએ. આરોગ્ય ખાતાને સૂચના પણ આપી દીધી છે કે શહેરમાં જ્યાં જરૂર પડે ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવી. ઓમિક્રોન વેરિયન્ટથી આરોગ્યતંત્ર અલર્ટ થઈ ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈
👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક પેજ ને “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!