રામ રહીમ સહિત 5 દોષિતોને આજીવન કેદ, રંજીતસિંહ મર્ડર કેસમાં કોર્ટે સંભળાવી સજા

બહુચર્ચિત રણજીત સિંહ હત્યાકાંડ મામલે 19 વર્ષ બાદ સોમવારે પંચકૂલાની ખાસ CBI અદાલતે ગુરમીત રામ રહીમ સિંહ સહિત 5 આરોપીઓને ઉમરકેદની સજા સંભળાવી છે.સાથે જ અદાલતે રામ રહિમને 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. તો અન્ય 4 દોષિઓને 50-50 હજારનો દંડ ફટકાર્યો છે. જો કે, આ ચૂકાદા મામલે રામ રહીમ હાઈકોર્ટના દ્વાર ખટખટાવશે. 

Ramrahim
રામ રહીમ

ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમને હત્યાના એક કેસમાં સીબીઆઈની વિશેષ કોર્ટે સોમવારે આજીવન કેદની સજા સંભળાવી છે. રામ રહીમ તથા અન્યને વર્ષ 2002માં પૂર્વ મેનેજર રણજીતસિંહની હત્યામાં રામ રહીમ અને અન્યોને 8 ઓક્ટોબરે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. અગાઉ હરિયાણાના પંચકુલા જિલ્લામાં કલમ -144 લાગુ કરવામાં આવી હતી, સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી હતી.

શહેરમાં ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત 

આ દરમિયાન પંચકૂલામાં કલમ-144 લાગૂ કરવામાં આવી છે તો કોર્ટ પરિસરમાં પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો કોઈપણ તીક્ષ્ણ હથિયાર પર પણ પાબંધી લાદવામાં આવી છે. 17 નાકા સહિત શહેરમાં 700 જવાન તૈનાત કરવામાં આવ્યા છે. 

 

12 ઓક્ટોબરે જ થવાની હતી સજા

રણજીત સિંહ હત્યા કેસના મુખ્ય દોષી ડેરામુખી ગુરમીત Newsને સીબીઆઈ કોર્ટમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય ચાર દોષિતો ક્રિષ્ન કુમાર, અવતાર, જસવીર અને સબદિલને પોલીસે કડક સુરક્ષા હેઠળ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ કેસમાં સીબીઆઈ કોર્ટે 12 ઓક્ટોબરે જ સજા સંભળાવવાની હતી, પરંતુ દોષિત ડેરામુખી ગુરમીત રામ રહીમ સિંહ વતી હિન્દી ભાષામાં આઠ પાનાની અરજી લખાઈ હતી, જે સજામાં દયાની અપીલ કરી હતી. તેમણે અરજીમાં પોતાની બીમારીઓ અને સામાજિક કાર્યનો ઉલ્લેખ કર્યો હતો

 

આ કલમોમાં કોર્ટે દોષિત ઠેરવ્યા હતા

8 ઓક્ટોબરે રણજીત સિંહ હત્યા કેસમાં કોર્ટે ગુરમીત રામ રહીમ સિંહ અને કૃષ્ણ કુમારને IPC ની કલમ 302 (હત્યા), 120-B (ફોજદારી ષડયંત્ર) હેઠળ દોષિત ઠેરવ્યા હતા. તે જ સમયે, અવતાર, જસવીર અને સબાદિલને કોર્ટે આઇપીસીની કલમ 302 (હત્યા), 120-બી (ગુનાહિત કાવતરું) અને આર્મ્સ એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યા છે.

જુલાઈ 2002માં થઇ હતી રંજીતની હત્યા

રંજીત સિંહની વર્ષ 2002માં 10 જુલાઈના રોજ હત્યા કરવામાં આવી હતી, આ મામલે CBIને તપાસ સોંપવામાં આવી હતી. અને સમગ્ર મામલો સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો હતો. ઘટનાના 19 વર્ષ બાદ આ મહિનાની શરૂઆતમાં રામ રહીમ સહીત પાંચ લોકોને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. મામલાની સંપૂર્ણ ચર્ચા 12 ઓગસ્ટના રોજ પૂર્ણ કરવામાં આવી હતી.

સીબીઆઈએ ત્રણ ડિસેમ્બર 2003ના રોજ આ મામલે FIR દાખલ કરી હતી. રામ રહીમને એક પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં આજીવન કેદની સજા ફટકારી હતી. ચુકાદો આવ્યા બાદથી તે રોહતકની સુનારીયા જેલમાં કેદ છે.

 

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!