ભાવનગરમાં ગાંધી મહિલા કોલેજનાં આચાર્યનો વિચિત્ર આદેશ સામે આવ્યો છે. જેમાં કોર્પોરેશનની હદમાં રહેતી વિદ્યાર્થિનીઓ ભાજપમાં જોડાય તથા વિદ્યાર્થિનીઓ ભાજપની પેજ કમિટીમાં સભ્ય બને તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. તેમાં કોના આદેશથી નોટિસ જાહેર કરી તે માટે કુલપતિને રજૂઆત કરાશે તેવું કોંગ્રેસના કાર્યકર્તાઓનું કહેવું છે.
કોના આદેશથી નોટિસ જાહેર કરી તે માટે કુલપતિને કરાશે રજૂઆત
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આજે વિરોધ સાથે કુલપતિને આ બાબતે રજૂઆત કરશે. તથા કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવાની કોંગ્રેસની માંગ છે. સમગ્ર મામલામાં ગાંધી મહિલા કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને એક નોટિસ પાઠવી શૈક્ષણિક સંસ્થાને બદલે જાણે આ કોલેજ ભાજપની એક સંસ્થા હોય તેમ સભ્ય બનવા વિદ્યાર્થિનીઓને આદેશ આપવામાં આવ્યો છે. તે ફતવાથી નારાજ થઇ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ, યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ તેમજ સેનેટ સભ્યો દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આજે બપોરે 12:30 કલાકે કોલેજના આચાર્યને સસ્પેન્ડ કરવા અને કોના આદેશથી આવી નોટિસ જાહેર કરવામાં આવી છે તેની માહિતીની માંગ યુનિવર્સિટી કેમ્પસમાં કુલપતિ કચેરી ખાતે કરવામાં આવશે. કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ આ વિવાદિત નોટિસને પણ સાથે જાહેર કરી છે.
આ ગંભીર બાબત છે, બેઠક બોલાવી છે
હા, અમને પણ આ બાબતે જાણકારી મળી છે. અમારી કોલેજે રાજકીય પક્ષ બાબતે હંમેશા તટસ્થતા રાખી છે પણ જ્યારે આ રીતની નોટિસ જાહેર થાય તે બાબત ગંભીર ગણાય. આ બાબતને અમે પણ પૂરી ગંભીરતાથી લીધી છે અને આવતીકાલ આ બાબતે બેઠક પણ બોલાવી છે. જેમાં ચર્ચા વિચારણા થશે. કોલેજમાં શૈક્ષણિક હેતુથી કોઇ કાર્યક્રમ થાય તેમાં કોઇ વાંધો ન હોય પણ આ રીતે રાજકીય પ્રેરિત બાબત આચાર્ય દ્વારા નોટિસમાં આવે તે વ્યાજબી નથી. – ધિરેનભાઈ વૈષ્ણવ, ટ્રસ્ટી, ગાંધી મહિલા કોલેજ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો