આ રાશિ (Rashifal)ના લોકો માટે આજનો દિવસ લાભદાયક, જાણો આપનું આજનું રાશિફળ

Rashifal 18 12 2021

 

તમામ રાશિના જાતકો (zodiac sings) માટે આજનો દિવસ કેવો રહેશે એ આજે 18 December 2021 દૈનિક રાશિફળમાં (Aaj nu Rashifal) જાણવા મળશે. કયા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહે કે કયા રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? (Aaj nu RashiBhavishya).  

મેષ : અ. લ. ઇ. (Aries)

આપની મનોસ્થિતિને સમતોલ અને સ્થિર રાખીને ચાલવાથી આશાસ્પદ રહે. આર્થિક  બાબતો પર ધ્યાન આપીને વધુ સુવ્યવસ્થિત બનીને ચાલવાથી મુશ્કેલી હળવી જણાય. કોઈક વ્યવસ્થા ઊભી થાય. મહત્ત્વના કામકાજો, કચેરીની કાર્યવાહી તથા નોકરી- ધંધાકીય ક્ષેત્રની કામગીરી આગળ વધતાં સફળતાની આશા વધે. કૌટુંબિક સ્થિતિ અને પતિ-પત્નીના મનમેળ અંગે સમય પ્રતિકૂળ જણાય.

વૃષભ રાશિ : બ.વ.ઉ. (Taurus)

મનની દ્વિધા- શંકા-કુશંકાઓ દૂર થવાથી માનસિક શાંતિ અનુભવાય. લાભની આશા રહે, મહેનત લેખે લાગે, આવકનો નવો સ્ત્રોત દેખાય. ખર્ચાને વધવા ન દેશો. આપના મકાન- વાહનના કામકાજો અંગે સમય સુધરે, નોકરીમાં મહેનત વધુ રહે. ધંધા-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જોવાય, સફળતા માટે ધીરજ ધરવી પડે. ગૃહજીવનમાં સંવાદિતા, મનમેળ વધે.

મિથુન રાશિ : ક.છ.ઘ. (Gemini) 

અંતઃકરણની વ્યથા વેદનાઓને હળવી કરવા માટે યોગ માર્ગ ઉપયોગી. નાણાકીય સમસ્યા ઉકેલી શકશો. કોઈ અગત્યની તક ઊભી થાય. ખર્ચ, વ્યય વધતા જણાય જેને અંકુશમાં રાખજો, મકાન-વાહન-જમીન- જાગીરની બાબતો ગૂંચવાતી લાગે, કામ વિલંબમાં પડે, નોકરિયાતોને બોજો વધે, નવી તક દૂર દેખાય. ધંધા-વ્યવસાયમાં પ્રગતિ ધીમી દેખાય, મહેનત વધે, ગૃહજીવનમાં સુખનો આનંદ લેવા સમજદારી-વિવેકબુદ્ધિથી કામ લેવું પડે.

કર્ક રાશિ : ડ.હ. (Cancer)

આપની મનોસ્થિતિ બેચેન બની શકે તેવા સંજોગો, ઉચાટ  અનુભવાય. આવક સામે જાવક વધવાના સંજોગો. એક સાંધે તો તેર તૂટે તેવી સ્થિતિ જોવાય. કરકસર અને અંકુશ ઉત્તમ મિત્ર બને. સંપત્તિ વિષયક કામગીરીમાં પ્રગતિ. મકાન-વાહનની ચિંતાનો ઉપાય મળે, નોકરિયાતને યશ મેળવવો મુશ્કેલ બને. ધંધા-વ્યવસાયમાં ગૂંચવણ સર્જાય. દાંપત્યજીવનમાં જતુ કરવાની ભાવના અને અન્યના દોષ ન દેખવાનો અભિગમ શાંતિ રખાવે.

સિંહ રાશિ : મ.ટ. (Leo)

મનની મૂંઝવણો અને તણાવની સ્થિતિ હળવી બનતી જણાય, આર્થિક પરિસ્થિતિ, ગૂંચવણો ઉકેલી શકો. કોઈની મદદ મેળવી શકો. ખોટા ખર્ચા ખરીદી વધી ન જવા દેશો. આપના હાથ પરના કામકાજો અંગે પરિશ્રામ વધારવો પડે. વિલંબથી કામ થાય. નોકરીમાં સાનુકૂળ તક, ધંધા-વ્યવસાયમાં સફળતા  વધે. આપના ગૃહજીવનમાં પ્રસન્નતા સર્જી શકશો. મિત્ર-સ્નેહીથી સહકાર. કુટુંબીજનથી મિલન. આરોગ્ય સચવાય. પ્રવાસ વિઘ્નબાદ ફળે.

કન્યા રાશિ : પ.ઠ.ણ. (Virgo)

મનનો ઉદ્વેગ દૂર થાય. વિષાદના વાદળો વિખેરાય. રાહતનો શ્વાસ લેવાય. નાણાકીય કામકાજોમાં ધીમેધીમે પ્રગતિ, સંજોગ સુધરે, ખર્ચ-વ્યયની જોગવાઈ કરી શકો. ઉધાર-ઉછીના નાણાં મળે. સરકારી- ખાનગી કાર્યાલયમાં કામમાં  વિલંબ વધે. સંપત્તિ-વાહન બાબત અડચણ, નોકરીમાં રૂકાવટ, ધંધામાં મુશ્કેલીના સંજોગ. કૌટુંબિક કામ પ્રસંગ માટે સાનુકૂળ તક. ગૃહવિવાદ દૂર થાય. સ્નેહી-સગાં-સાથેના મનદુઃખ નિવારી લેવા. આરોગ્ય અસ્વસ્થ લાગે.

તુલા રાશિ : ર.ત. (Libra)

અગમ્ય બેચેની અને ઉદ્વેગને દૂર કરવા સક્રિય બનજો. ઉદ્યમી રહેજો. આવક વૃદ્ધિની તક ઊભી થતી લાગે. ખર્ચ વ્યય પર નજર રાખજો. ઉઘરાણી મળે, આપના કેટલાક ગૂંચવાયેલા કામો ઉકેલવાના પ્રયત્નો સફળ બને અને વિઘ્ન- અવરોધો દૂર થાય. મકાન-વાહન અંગે સાનુકૂળતા, નોકરી ધંધામાં લાભની તક. ગૃહજીવનની સ્થિતિ સંવાદિત બનાવી શકો. કૌટુંબિક સુખદ પ્રસંગ આવે. મિત્ર-પ્રિયજનથી મિલન-મુલાકાત, તબિયત સાચવજો. પ્રવાસમાં પ્રસન્નતા.

વૃશ્ચિક રાશિ :  ન.ય. (Scorpio)

માનસિક નિરાશા- ડિપ્રેશનમાંથી બહાર આવવા ઇશ્વર શક્તિ પર શ્રાદ્ધા જરૂરી, નાણાભીડનો અનુભવ થાય. બચત મુશ્કેલ લાગે. લેણદારોથી તણાવ જણાય, ખોટા-વ્યયનો પ્રસંગ.વિશ્વાસે ન રહેવું અગત્યની કામગીરી સફળ બને. મકાન-વાહન-સંપત્તિ બાબત સંજોગો સહાયક બને. નોકરીમાં પરિવર્તન. ધંધામાં  નવીન તક મળે. કૌટુંબિક સંજોગો સુખદ બનાવવા પ્રેમ લાગણીનો ઉપયોગ જરૂરી. પતિ-પત્નીનો કલેશ દૂર થાય.

ધન રાશિ  : છ ભ.ધ.ઢ.ફ. (Sagittarius)

મૂંઝવણ અને મનોઉદ્વેગમાંથી બહાર આવીને ઉત્સાહ અનુભવી શકશો. આવક અને જાવકના બંને પલ્લાં સમતોલ રાખી શકશો. વધારાની આવકની તક મળે. વ્યય અટકાવજો. કાર્ય સફળતા અને વિકાસ માટે વધુ મહેનત જરૂરી. અન્યનો સહકાર, મદદ લેવા પડે. નોકરીમાં રાહત, ધંધા-વ્યવસાયમાં અગત્યનું કામ થાય. સ્વજનની, સગાં-સ્નેહીની મદદ સુખ આપે. ગૃહવિવાદ અટકે, ભાઈ-બહેન, મિત્ર અંગે અગત્યનું કામ થાય. આરોગ્ય ચિંતા રહે.

મકર રાશિ : ખ.જ. (Capricorn)

માનસિક સુખાકારી- સ્વસ્થતા અને આશાનો અનુભવ થાય. અણધાર્યા ખર્ચનો પ્રસંગ. નાણાકીય મુશ્કેલ બાદ કોઈ મદદ મળતા રાહત અનુભવાય. ઉઘરાણી પર ધ્યાન આપવું. સંપત્તિ યા અન્ય  અગત્યના કામો કચેરીને લગતા કામો યા નોકરી-ધંધા બાબતો માટે સમય સુધરતો જણાય. કૌટુંબિક જીવનમાં મતભેદ  ટાળજો. ગેરસમજો અટકાવજો. આરોગ્ય ચિંતા દૂર થાય. પ્રવાસમાં અવરોધ.

કુંભ રાશિ : ગ.શ.સ. (Aquarius)

ધર્મ-ધ્યાન, ભક્તિ, પ્રાર્થના જે અનુકૂળ હોય તે દ્વારા મનને શાંતિ રાખી શકશો. આવક વૃદ્ધિ માટેની તક સર્જી શકો. ખર્ચ- હાનિથી સાવધાની રાખવી. ઉધાર- ચુકવણા- અંગે કોઈ માર્ગ મળે, આપના અન્ય કામકાજો જેવા કે  સરકારી- ખાનગી કચેરીઓ, વાહન-મકાન અને વ્યવસાયિક બાબતો અંગે ગ્રહયોગ સુધરતા અનુભવાય. ગૃહજીવનમાં મનમેળ, સમાધાન કરી શકો. સગાં-સ્નેહી-મિત્ર પરિવાર અંગે પણ સમય સાનુકૂળ  બને.

મીન રાશિ : દ.ચ.ઝ.થ. (Pisces)

આપની મનની લાગણીઓ અને અપેક્ષાઓ અંગે દુઃખ હોય તો હળવું બને. નાણાકીય પ્રશ્નો કે સમસ્યાનો હલ મેળવવા પ્રયત્નો વધારજો. ઉઘરાણી પર ધ્યાન આપવું અગત્યનું બને. લેણદારોની પરેશાની હળવી બને. આપના મહત્ત્વના કાર્યો, નોકરીની ચિંતા- ધંધા-વ્યવસાય અંગેની મિત્ર-સ્વજન ઉપયોગી બને. દાંપત્યજીવનમાં સંવાદિતા સર્જી શકો. સગાં-પ્રિયજનથી સુમેળ વધે. આરોગ્ય સાચવવું. પ્રવાસ અંગે વિઘ્ન બાદ સરળતા.    

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 👈

નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!