આજે દિલ્હી CM કેજરીવાલ અને પંજાબ CM ભગવંત માન અમદાવાદમાં કરશે રોડ શો,જાણો રોડ શો ની સમગ્ર વિગતો

ભાજપ-કોંગ્રેસ અને હવે આપના દિગ્ગજ નેતાઓ રાજ્યમાં આવીને ચૂંટણીઓ સભાઓ, રેલીઓ અને ભવ્ય રોડ શો કરી રહ્યા છે. તે દિશામાં ‘આપ’નું ટાર્ગેટ ગુજરાત છે. દિલ્હી-પંજાબ સર કર્યા બાદ હવે ‘આપ’ના શિરે એક મોટી જવાબદારી છે. દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ગુજરાતમાં બે દિવસીય મુલાકાત માટે આવી ચૂક્યા છે.

 

દિલ્લીના CM તેમજ AAPના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન આજે ગુજરાતના પ્રવાસે છે. બંને નેતાઓ 2 દિવસની ગુજરાત મુલાકાતના પ્રથમ દિવસે આજે અમદાવાદ પૂર્વમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શુક્રવાર મોડી રાત્રે બંને મુખ્યમંત્રીઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં ગુજરાત આપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બંને નેતા ગઈકાલે રાત્રે અમદાવાદમાં આવી ગયા હતા
કેજરીવાલ અને ભગવંત માન ગત રાતે દિલ્હીથી અમદાવાદ પહોંચ્યા હતા. એરપોર્ટ પર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા, ચૂંટણી પ્રભારી ગુલાબસિંહ યાદવ, ઈસુદાન ગઢવી અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયાએ સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી સીધા તેઓ સિંધુભવન રોડ પર આવેલી તાજ સ્કાયલાઈન હોટલ પર પહોંચ્યા હતા. કેજરીવાલ અને ભગવંત માનની મુલાકાતને પગલે આમ આદમી પાર્ટી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટાં બેનરો અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં હતાં.

 

3 થી 4  કિલોમીટર સુધીનો રોડ શો
મળતી માહિતી મુજબ આ રોડ શો 3 થી 4 કિલોમીટરનો હોઈ શકે છે. ભગવંત માન અને કેજરીવાલનો આ રોડ શો આ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને પાર્ટીના શંખનાદના રૂપમાં માનવામાં આવી રહ્યો છે. પાર્ટી નેતાઓના મતે બે મુખ્યમંત્રી એક સાથે આ રોડ શોમાં સામેલ થતા કાર્યકર્તાઓનો ઉત્સાહ વધશે સાથે ગુજરાતના લોકોમાં એક મોટો સંદેશ જશે કે આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી વિધાનસભા ચૂંટણી લડવા જઇ રહી છે.

AAP રોડ શો રૂટ

  • ખોડિયાર મંદિરથી નિકોલ ગામ
  • જીવનવાડીથી શ્રી સરદાર પટેલ પ્રતિમા
  • ટોરેન્ટ પાવરથી ઉત્તમનગર ચાર રસ્તા
  • સ્વસ્તિક સરિતા સોસાયટી
  • સરદાર મોલ, એપ્રોચ ચાર રસ્તા, બાપુનગર

કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીનો બે દિવસીય કાર્યક્રમ
દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રીનો બે દિવસની યાત્રાનો કાર્યક્રમ જોઈએ તા.2 એપ્રિલે સવારે 10 વાગ્યાથી તેમના કાર્યક્રમોના આરંભ થશે. જયાં ગાંધી આશ્રમમાં ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરશે, ત્યાર બાદ બપોરે 3-30 વાગ્યે હોટેલથી સીધા તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે. સાંજે 4 વાગ્યે નિકોલ ખાતે રોડ શો કરશે. આ 1.5 કિલોમીટર સુધીના રોડ શોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિતના અંદાજે 50000 લોકો હાજર રહેશે. બીજા દિવસે એટલે કે તા.3જી એપ્રિલે સવારે 10 વાગ્યે કેજરીવાલ અને ભગવંત માન સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરશે. બાદમાં તેઓ રાજકીય, સામાજિક અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે, ત્યાર બાદ 3 એપ્રિલ સાંજે 6 વાગ્યે દિલ્હી રવાના થશે. 

કાર્યક્રમનો શિડ્યુઅલ
આજે સવારે તેઓ ગાંધીઆશ્રમ ખાતે જશે, જ્યાં ગાંધીજીની પ્રતિમાને ફૂલહાર કરશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યે તેઓ નિકોલ ખાતે રોડ શો કરશે. આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ સહિત અંદાજે 50 હજાર લોકો હાજર રહેશે. બીજા દિવસે 3 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે. તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તેમના પર હુમલો ન થાય એને ધ્યાનમાં રાખીને રોડ-શો તથા ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવા આજે ગુજરાત આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ કમિશનર જાણ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp