પાટીદાર સમાજનો મોટો ચહેરો એવા નરેશ પટેલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે કારણ કે નરેશ પટેલ જે પણ રાજકીય પાર્ટી સાથે જોડાશે તે પાર્ટીને 2022ની વિધાનસભામાં એક મહત્વ મળશે તેવી ચર્ચા રાજકીય લોબીમાં ચાલી રહી છે. ત્યારે હાલ એક એવી ચર્ચાએ જોર પકડયું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તો તે મુખ્યમંત્રીનો ચહેરો હશે? આ બાબતે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથિરીયાની પ્રતિક્રિયા સામે આવી છે.
અલ્પેશ કથીરિયાએ તેમના ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું હતું કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તે બાબતે હજુ તો ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ મહત્વની વાત એ છે કે નરેશ પટેલની સાથે કોંગ્રેસમાં કોણ નવા ચહેરા આવે છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો કોંગ્રેસની તાકાતમાં પણ વધારો થશે. પરંતુ હજુ તો આ તમામ ચર્ચાઓ ચાલી રહી છે. નરેશ પટેલ જ નિર્ણય લેશે કે તેઓ આગામી દિવસોમાં કયા રાજકીય પક્ષમાં જોડાશે. પણ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે કે નથી જોડતા તે પક્ષનો આંતરિક મામલો છે. પણ નરેશ પટેલ રાજકીય પક્ષમાં જોડાય છે તે રાજકારણ માટે સારો સંકેત છે.
2017માં પાટીદારોના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો.. તો 2022માં પણ નરેશ પટેલના કારણે કોંગ્રેસને ફાયદો થશે તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, ચૂંટણીમાં અલગ-અલગ ફેક્ટરના આધારે રાજકીય પક્ષોને ફાયદો થતો હોય છે. 2017માં પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો. ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો તેમની સાથે કયા નવા ચહેરાઓ કોંગ્રેસમાં આવે છે તે બાબત પણ મહત્વની છે. નરેશ પટેલના કોંગ્રેસમાં જવાથી પાટીદાર ફેક્ટરની વાત તો છે જ પણ તેની સાથે કોંગ્રેસ શુ મુદ્દા લઈને આવે છે, શું રણનીતિ લઈને આવે છે અને નરેશ પટેલ સાથે અન્ય કેટલા ચહેરા આવે છે આ બધા સમીકરણોમાં કોંગ્રેસ ઉપર રહે છે તો તેનો ફાયદો કોંગ્રેસને થશે.
નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય છે તો પાટીદાર અનામત આંદોલન સમિતિ શું નરેશ પટેલની સાથે કોંગ્રેસને સપોર્ટ કરશે તે બાબતે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ તેમના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો સાથે આ બાબતે ચર્ચા કરીને નિર્ણય કરતી હોય છે. અમે નરેશ પટેલની સાથે અન્ય હોદ્દેદારોને મળીશું અને ત્યારબાદ આ બાબતે નિર્ણય લઈશું.
સરકારી યોજનોઓ અને લેટેસ્ટ ન્યુઝ ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :https://chat.whatsapp.com/Di8NiJDNH4UL5dAmDzpEIu
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.